(Source: ECI/ABP News/ABP Majha)
Market Crash: સેન્સેક્સ 750 પોઈન્ટથી વધુ તૂટ્યો - નિફ્ટી 18,000ની નીચે, રોકાણકારોના રૂ. 2.5 લાખ કરોડ ડુબ્યા
આજના ઘટાડામાં ટેક જાયન્ટ ઈન્ફોસિસ અને વિપ્રોએ 2-2 ટકાના ઘટાડા સાથે બજારને નીચે ખેંચ્યું છે.
Stock Market Crash: શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે પણ મોટું ગાબડું પડ્યું છે. જો તમે આજે અને કાલ બંને દિવસના ઘટાડા પર નજર નાખો તો સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. હાલમાં સેન્સેક્સ 60,000ની સપાટીથી નીચે ગયો છે અને રોકાણકારોએ આજે 2.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
બપોરે 1 વાગ્યે બજારની સ્થિતિ - સેન્સેક્સ 60,000ની નીચે સરકી ગયો
જો બપોરના એક વાગ્યાના ટ્રેડિંગ પર નજર નાખીએ તો સેન્સેક્સમાં 770.11 પોઈન્ટ અથવા 1.27 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે 60,000ની નીચે સરકી ગયો છે. બપોરે 1:3 વાગ્યે સેન્સેક્સ 59,984.75 પર ટ્રેડ થઈ રહ્યો છે.
નિફ્ટી 18,000ની નીચે સરકી ગયો
નિફ્ટી 18,000 ની નીચે સરકી ગયો છે અને 218 પોઈન્ટ્સ અથવા 1.02 ટકાના ઘટાડા પછી 17895 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજના વેપારમાં 17,884ની નીચલી સપાટી સુધી ગયો હતો. બજાર ખુલ્યાના સમયથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે હવે વધી ગયો છે.
BSE સેન્સેક્સના શેર
સેન્સેક્સના 303 શેર અપ સર્કિટમાં અને 367 શેર લોઅર સર્કિટમાં મૂકાયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 2 શેર તેજીના લીલા નિશાનમાં છે અને બાકીના 28 શેરો ઘટાડા સાથે લાલ છે.
મોટા હેવીવેઇટ્સ શેરમાં ઘટાડો
આજના ઘટાડામાં ટેક જાયન્ટ ઈન્ફોસિસ અને વિપ્રોએ 2-2 ટકાના ઘટાડા સાથે બજારને નીચે ખેંચ્યું છે. બજાજ ફાઇનાન્સના શેરમાં 3 ટકાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, નેસ્લે અને કોટક મહિન્દ્રા બેંક પણ ભારે નુકસાન સાથે કારોબાર કરી રહી છે.
નિફ્ટી મિડકેપ, બેન્કિંગ, ફાઇનાન્સિયલ અને નેક્સ્ટ 50 સૂચકાંકો ડાઉન છે. તેના 50 શેરોમાંથી 19 શેરો લાભમાં અને 31 ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ઈન્ફોસિસ, વિપ્રો, એચડીએફસી લાઈફ, ટેક મહિન્દ્રાનો મુખ્ય ઘટતા શેરો છે. ઓએનજીસી, બજાજ ફાઇનાન્સ, કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ અને બજાજ ફિનસર્વ વધતા શેરો છે.