શોધખોળ કરો

Stock Market Closing: ત્રણ દિવસના સતત ઘટાડા પર લાગી બ્રેક, મામૂલી તેજી સાથે બંધ થયું શેર બજાર

સપ્તાહના છેલ્લા દિવસે ફરી એકવાર માર્કેટમાં સામાન્ય તેજીનો માહોલ જોવા મળ્યો છે, આજે બીએસઇ સેન્સેક્સમાં મામૂલી ઉછાળો આવ્યો હતો,

Stock Market Closing On 20th April 2023: સતત ત્રણ દિવસના ઘટાડા બાદ આજે માર્કેટમાં મામૂલી તેજી જોવા મળી હતી. માર્કેટમાં સામાન્ય તેજીનો માહોલ જોવા મળ્યો છે, આજે બીએસઇ સેન્સેક્સમાં મામૂલી ઉછાળો આવ્યો હતો, સેન્સેક્સમાં 64 પૉઇન્ટના ઉછાળા સાથે 59632.34 પર બંધ રહ્યો હતો, તો વળી, બીએસઇ ઇન્ડેક્સ પણ 0.03 ટકાના વધારા સાથે 5.7 પૉઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. 

આજે માર્કેટમાં બીએસઇ સેન્સેક્સ 59586.61 પૉઇન્ટ સાથે ખુલ્યો હતો અને દિવસ દરમિયાન 59836.79 સુધી હાઇ ગયો હતો, જોકે આજના દિવસે બીએસઇ સેન્સેક્સે 59489.98 સુધીનો લૉ બતાવ્યો હતો. એનએસઇ નિફ્ટીમાં પણ આજનો દિવસ સામાન્ય ઉછાળા વાળો રહ્યો હતો. એનએસઈ પણ સવારે 17638.60 એ ખુલ્યો હતો અને બાદમાં 17684 સુધી હાઇ ગયો તો, વળી, આ દરમિયાન 17584.35 સુધીનો લૉ બતાવ્યો હતો. 

ખાસ વાત છે કે, સતત ત્રણ દિવસના ઘટાડા બાદ આજે ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. જોકે આ સ્પીડ ખુબ જ નાની છે. અગાઉ દિવસભર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. બેંકિંગ શેરોમાં ખરીદીને કારણે BSE સેન્સેક્સ 64 પોઈન્ટના વધારા સાથે 59,632 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 6 પોઈન્ટના મામૂલી વધારા સાથે 17,624 પોઈન્ટ પર બંધ થયો હતો.

સેક્ટરની સ્થિતિ - 
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા હતા, વળી, આઈટી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, ફાર્મા, મેટલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મૉલકેપ સૂચકાંકો મામૂલી વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા અને 12 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 26 શેર ઉછાળા સાથે અને 24 ઘટાડા સાથે બંધ થયા હતા.

ઇન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારીમાં ફેરફાર
BSE Sensex 59,641.78 59,836.79 59,489.98 0.12%
BSE SmallCap 28,311.11 28,416.97 28,306.95 0.00
India VIX 11.94 12.40 11.58 -1.75%
NIFTY Midcap 100 31,219.55 31,316.55 31,197.00 0.03%
NIFTY Smallcap 100 9,400.90 9,429.50 9,383.45 0.15%
NIfty smallcap 50 4,278.90 4,296.00 4,270.40 0.04%
Nifty 100 17,459.85 17,515.50 17,422.20 0.03%
Nifty 200 9,179.20 9,206.95 9,161.35 0.03%
Nifty 50 17,624.45 17,684.45 17,584.35 0.03%
 
વધારા -ઘટાડા વાળા શેરો -
આજના કારોબારમાં ટાટા મોટર્સ 1.67 ટકા, NTPC 1.35 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.24 ટકા, ભારતી એરટેલ 0.99 ટકા, SBI 0.81 ટકા અને લાર્સન 0.67 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે HUL 1.22 ટકા, સન ફાર્મા 0.81 ટકા, ઇન્ફોસિસ 0.68 ટકા, બજાજ ફાઇનાન્સ 0.61 ટકા ઘટીને બંધ થયા હતા.

રોકાણકારની સંપતિ વધી - 
આજના ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારોની સંપત્તિમાં ઘટાડાનો મામૂલી ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 265.40 લાખ કરોડ થયું છે, જે બુધવારે રૂ. 265.19 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 21000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
Embed widget