શોધખોળ કરો
Aadhar Card: ડેડલાઈન પહેલા આધારકાર્ડને મફતમાં કરો અપડેટ, બાદમાં ચૂકવવી પડશે ફી
Aadhar Card: ડેડલાઈન પહેલા આધારકાર્ડને મફતમાં કરો અપડેટ, બાદમાં ચૂકવવી પડશે ફી

પ્રતિકાત્મક તસવીર
1/6

Aadhar card update: શું તમે પણ આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માંગો છો ? આધારમાં માહિતીને મફતમાં અપડેટ કરવા માટે 14 ડિસેમ્બર, 2024 સુધીનો સમય છે. એટલે કે, લોકો પાસે ફ્રીમાં અપડેટ કરવા માટે લગભગ 19 દિવસ બાકી છે.
2/6

અગાઉ ફ્રી અપડેટની સમયમર્યાદા 14 જૂન, 2024 હતી, જે વધારીને 14 સપ્ટેમ્બર, 2024 અને હવે 14 ડિસેમ્બર, 2024 કરવામાં આવી છે. આ પછી અપડેટ કરવા માટે ચાર્જ લાગશે. તો તમે લોકો વિલંબ કરશો નહીં. તમારી આધાર માહિતી સમયસર સુધારી લો અને ફ્રી સેવાનો લાભ લો.
3/6

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ જાહેરાત કરી છે કે લોકો તેમના આધાર કાર્ડની માહિતી જેમ કે નામ, સરનામું અથવા જન્મ તારીખ 14 ડિસેમ્બર, 2024 સુધી મફતમાં અપડેટ કરી શકે છે.
4/6

આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે, જેથી તમે તમારા ઘરેથી તમારી માહિતી સરળતાથી અપડેટ કરી શકો છો.
5/6

UIDAIએ તમામ લોકોને સૂચન કર્યું છે કે જો તમારી માહિતી આધારમાં અપડેટ થયાને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો તેને અપડેટ કરો. તેનાથી તમને ઘણા ફાયદા થશે.
6/6

તમારી હાલની માહિતી આધારમાં અપડેટ કરવામાં આવશે. તમે ખાનગી અને સરકારી સેવાઓનો લાભ લઈ શકો છો. તમે આધાર વેરિફિકેશન માહિતી સરળતાથી અપડેટ કરી શકો છો.
Published at : 26 Nov 2024 03:09 PM (IST)
View More
Advertisement