Stock Market LIVE Updates: તેજીમાં ખુલ્યા બાદ પ્રોફિટ બુકિંગના કારણે શેરબજાર ગબડ્યું
આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 43 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 7 શેરો જ ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે.

Background
Stock Market LIVE Updates: સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે પણ ભારતીય શેરબજારમાં તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. અમેરિકી શેરબજાર તેજી સાથે બંધ થવાથી અને એશિયન શેરબજારોમાં ઉછાળાને કારણે ભારતીય શેરબજારમાં તેજી સાથે ખુલ્યા હતા. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 60,786 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 પોઈન્ટ વધીને 18080 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું.
નિફ્ટીમાં શું સ્થિતિ
આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 43 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 7 શેરો જ ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર લીલા નિશાનમાં અને 4 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીની વાત કરીએ તો 96 પોઈન્ટના ઉછાળા સાથે તે 38,731 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સમાં વધનારા ઘટનારા શેર
વિપ્રોનો શેર 1 ટકા તૂટ્યો
આજે BSE પર વિપ્રોના શેર લગભગ 1% ઘટીને રૂ. 600 થઈ ગયા છે. વિપ્રોના વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 6 એપ્રિલ છે. આઈટી કંપની વિપ્રોએ નાણાકીય વર્ષ 2021-2022 માટે પ્રતિ શેર 5 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે. બપોરે 1.30 વાગ્યે, વિપ્રોના શેર 0.66% ઘટીને રૂ. 601.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો.





















