(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભા ચૂંટણી વચ્ચે શેર બજારે રચ્યો ઇતિહાસ, ઓલટાઇમ હાઇ પર નિફ્ટી
આજે ઈતિહાસ રચતા નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ઈન્ટ્રાડે દરમિયાન નિફ્ટી 22,806.20ના સ્તરને ટચ કર્યો છે.
લોકસભા ચૂંટણી 2024 વચ્ચે ગુરુવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આજે ઈતિહાસ રચતા નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ઈન્ટ્રાડે દરમિયાન નિફ્ટી 22,806.20ના સ્તરને ટચ કર્યો છે.
છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોથી શેરબજારમાં મંદી જોવા મળી હતી, પરંતુ ગુરુવારે ફરી એકવાર બજારમાં ઉછાળો આવ્યો હતો. ધીમી શરૂઆત બાદ અચાનક બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બીએસઈનો 30 શેરનો સેન્સેક્સ બુધવારે 74,221 પર બંધ થયો હતો અને ગુરુવારે 74,253 પર ખુલ્યો હતો. પછી અચાનક આ ઇન્ડેક્સ વધવા લાગ્યો અને 11.30 વાગ્યે તે 444.23 પોઈન્ટ ઉછળીને 74,665.29 ના સ્તરે ટ્રેડ થવા લાગ્યો હતો.
નિફ્ટીએ આજે ઈતિહાસ રચ્યો છે
NSE નો નિફ્ટી 22614 ના સ્તર પર ઉછાળા સાથે ખુલ્યો હતો અને થોડી જ વારમાં તેણે વેગ પકડ્યો અને 22800 ના સ્તરને પાર કરી ગયો હતો. બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે નિફ્ટી 22,597.80 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સની વાત કરીએ તો આજના ટ્રેડિંગ દરમિયાન તે 74,991.08 પર પહોંચી ગયો છે. બીએસઈના ટોચના 30 શેરોમાંથી 27 શેરમાં તેજી જોવા મળી છે. એક્સિસ બેન્કે લગભગ 4 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.
આ શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો
નિફ્ટી 50માં અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં સૌથી વધુ 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક્સિસ બેંક અને એલએન્ડટીના શેરમાં લગભગ 3 ટકાનો ઉછાળો છે, જ્યારે મિડકેપ સેગમેન્ટમાં રેલ્વે શેરોના દબદબો છે. RVNLના શેરમાં 8 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે IRFCના શેરમાં 7 ટકાની મજબૂત તેજી જોવા મળી રહી છે.
નિફ્ટીના 100 શેર 52 વીકના હાઇ પર
NSE લિસ્ટેડ 2,572 શેરોમાંથી 1,220 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 1,242 શેરમાં ઘટાડો ચાલુ છે. જ્યારે 110 શેર અનચેન્જ છે. 101 શેર 52 સપ્તાહના હાઇ લેવલ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 17 શેર 52 સપ્તાહના લો પર છે. 79 શેરમાં અપર સર્કિટ જોવા મળી રહી છે, જ્યારે 56 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.