Stock Market Update: સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ ઉછળ્યો, આર્થિક સર્વે પહેલા બજારને મોટી આશા
હાલમાં નિફ્ટીમાં 45 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે IT, બેન્કિંગ અને ફાર્મા શેરોના આધારે નિફ્ટીએ 17,406ના ઉપલા સ્તરને સ્પર્શ કર્યો છે. બેન્ક નિફ્ટી 37996 પર ટ્રેડ થઈ રહ્યો છે.
Stock Market Update: આજે શેર બજારમાં ખુલતા જ ઉછાળા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. શેરબજાર તેની દિવસની ઉચ્ચ સપાટીએ ટ્રેટ થઈ રહ્યા છે. નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં 1.7 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
બજારની સ્થિતિ શું છે
સવારે 12.25 વાગ્યે સેન્સેક્સ 1020.22 પોઈન્ટ્સ અથવા 1.78 ટકાના ઉછાળા પછી 58,220.45 પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી 296.30 પોઈન્ટ્સ અથવા 1.73 ટકાના ઉછાળા પછી 17,398.25 પર ટ્રેડ કરી રહ્યો છે.
નિફ્ટી સ્ટોક સ્થિતિ
હાલમાં નિફ્ટીમાં 45 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે IT, બેન્કિંગ અને ફાર્મા શેરોના આધારે નિફ્ટીએ 17,406ના ઉપલા સ્તરને સ્પર્શ કર્યો છે. બેન્ક નિફ્ટી 37996 પર ટ્રેડ થઈ રહ્યો છે.
ક્ષેત્રીય સૂચકાંક
રિયલ્ટી સેક્ટરમાં 2.63 ટકા અને PSU બેન્ક સેક્ટરમાં 2.14 ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી રહી છે. આઈટી સેક્ટરમાં સૌથી વધુ 2.88 ટકાનો ઉછાળો નોંધાઈ રહ્યો છે.
માર્કેટની તેજીમાં તમામ સેક્ટર લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઓટો, ફાર્મા, આઈટી, પાવર, ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં 1-2 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.7-1 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
રૂપિયામાં 15 પૈસાનો ઉછાળો
શરૂઆતના વેપારમાં, રૂપિયો 15 પૈસા મજબૂત થઈને એક યુએસ ડૉલરની સામે રૂ. 74.92ની કિંમતે પહોંચ્યો હતો.
AGS Transact Technologiesનું ખરાબ લિસ્ટિંગ!
AGS Transact Technologiesનો શેર BSE પર રૂ. 176ના ભાવે લિસ્ટેડ છે, જ્યારે ઇશ્યૂ ભાવ રૂ. 175 હતો. આ અર્થમાં, જેમણે IPOમાં રોકાણ કર્યું હતું તેમને લિસ્ટિંગ પર 1 ટકા અથવા પ્રતિ શેર 1 રૂપિયા કરતાં ઓછું વળતર મળ્યું છે. જોકે ખુલ્યા બાદ સ્ટોકમાં 5 ટકા જેટલો કડાકો બોલી ગયો છે.