(Source: ECI/ABP News/ABP Majha)
Market Alltime High: શેરબજારનો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમવાર 78,000ને પાર
સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. શેરબજાર ફરી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયું છે
સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. શેરબજાર ફરી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયું છે. બીએસઇ 0.92 ટકા અથવા 712 પોઇન્ટના ઉછાળા સાથે 78,053 પર બંધ રહ્યો હતો. બીએસઇના 16 શેરમાં ખરીદદારી જોવા મળી હતી જ્યારે 14માં વેચવાલી જોવા મળી હતી. આ સાથે જ નિફ્ટી પણ નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ખાનગી ક્ષેત્રની બેન્કોના શેરમાં સારી મજબૂતી જોવા મળી હતી.
Sensex jumps 712.44 points to hit a new closing peak of 78,053.52; Nifty climbs 183.45 points to settle at record high of 23,721.30
— Press Trust of India (@PTI_News) June 25, 2024
બીજી તરફ નિફ્ટી 23,700 પોઈન્ટને પાર કરી ગયો છે. વાસ્તવમાં બેન્કિગ સેક્ટરમાં આવેલી તેજીના કારણે શેરબજારમાં વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્કના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ SBIના શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ટેક શેરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં લાર્સન એન્ડ ટુબ્રો, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.
સેન્સેક્સ અને નિફ્ટીએ નવા રેકોર્ડ બનાવ્યા
શેરબજારે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ટ્રેડિંગ સેશન દરમિયાન 712.45 પોઈન્ટ વધીને 78,053.52 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક નિફ્ટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ડેટા અનુસાર, નિફ્ટી 23,721.30 પોઈન્ટ સાથે ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રથમ વખત લાઇફ ટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. જો કે આજે નિફ્ટીમાં 172.6 પોઈન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.
શેરબજારમાં ઉછાળાનું મુખ્ય કારણ બેન્કિંગ શેરોમાં વધારો માનવામાં આવે છે. ડેટા અનુસાર, એક્સિસ બેન્કમાં લગભગ 3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને કિંમત 1263.5 રૂપિયા પર પહોંચી ગઈ છે. શ્રીરામ ફાઇનાન્સમાં 2.70 ટકાનો વધારો, ICICI બેન્ક અને HDFC બેન્કના શેરમાં 2.25 ટકાનો વધારો જોવા મળ્યો છે. લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં દોઢ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ BPCLનો શેર 2.50 ટકાના ઘટાડા સાથે નિફ્ટીના લુઝર્સની યાદીમાં ટોચ પર જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલના શેરમાં દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આઇશર મોટર્સનો શેર 1.40 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ONGC અને અદાણી પોર્ટના શેર 1 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.