શોધખોળ કરો
Advertisement
‘અમે આંધળા નથી પરિણામ ભોગવવું પડશે’, બાબા રામદેવની માફીને ફગાવી સુપ્રીમ કોર્ટે કરી 5 કડક ટિપ્પણી
Patanjali Misleading ads case: જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે કહ્યું કે આ મામલે કોર્ટના આદેશનું જાણી જોઈને ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
Supreme Court On Baba Ramdev Apology: સુપ્રીમ કોર્ટે બુધવારે (10 એપ્રિલ) પતંજલિની ભ્રામક જાહેરાતના કેસ પર બાબા રામદેવની બીજી માફી નકારી કાઢી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે કહ્યું કે આ મામલે કોર્ટના આદેશનું જાણી જોઈને ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, કાર્યવાહી માટે તૈયાર રહો. એ પણ કહ્યું કે 'અમે અંધ નથી.' કોર્ટે કહ્યું કે અમે તમારી માફી સ્વીકારી રહ્યા નથી.
સુપ્રીમ કોર્ટની 5 કડક ટિપ્પણી
- જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે તમે એફિડેવિટમાં છેતરપિંડી કરી રહ્યા છો, કોણે તૈયાર કર્યું? હું આશ્ચર્યચકીત થઇ ગયો. જસ્ટિસ કોહલીએ કહ્યું કે અમે કોઈપણ રીતે આ અંગે નિર્ણય લઈશું, અમે તેને કોર્ટના આદેશની જાણી જોઈને અવહેલના તરીકે માની રહ્યા છીએ. આ સોગંદનામું નામંજૂર કરો, તે માત્ર કાગળનો ટુકડો છે. અમે આંધળા નથી, બધું જોઈએ છીએ.
- આના પર સોલિસિટર જનરલ મુકુલ રોહતગીએ કહ્યું કે લોકો ભૂલો કરે છે, તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ભૂલ થાય છે તો સજા પણ થાય છે. તેઓને ભોગવવું પણ પડે છે.
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડ્રગ્સ લાયસન્સિંગ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. આ લોકો પ્રભુત્વ ધરાવે છે અને તે સ્વીકારવામાં પણ આવે છે. કોર્ટની મજાક ઉડાવવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે જાહેરાતનો હેતુ લોકોને આયુર્વેદિક દવાઓ સાથે જોડવાનો છે, જાણે કે તેઓ વિશ્વમાં આયુર્વેદિક દવાઓ લાવનાર પ્રથમ વ્યક્તિ છે.
- ડ્રગ્સ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર મિથિલેશ કુમારને ફટકાર લગાવતા કોર્ટે કહ્યું કે તમને શરમ આવવી જોઈએ, તમારી વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. લોકો મરી જાય છે, તમે ફક્ત ચેતવણીઓ આપતા રહો. તમે ઘણું કામ કર્યું છે. હવે ઘરે બેસો. હજુ ડહાપણ આવ્યું નથી.
- જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે તમે ઈચ્છો છો કે અમે એક માણસને માફ કરીએ. તમારી દવા લેનારા બધા લોકોનું શું? જેમના વિશે એવું કહેવામાં આવ્યું હતું કે આ રોગો મટાડશે, જ્યારે તેમની સારવાર જ થઈ શકતી નથી ત્યારે તેમના વિશે શું?
Misleading ads case: SC pulls up Uttarakhand government, refuses to accept Patanjali Ayurved's apology
Read @ANI Story | https://t.co/8z0yqjukBb#Patanjali #Ayurveda #SupremeCourt pic.twitter.com/c8iJbKwuTx— ANI Digital (@ani_digital) April 10, 2024
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion