શોધખોળ કરો

Swiggy Layoff: આ વર્ષે બીજી વખત સ્વિગી કરશે છટણી, 400 કર્મચારીઓને ઘરભેગા કરવાની ચાલી રહી છે યોજના

Swiggy Layoff: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી છટણી કરવા જઈ રહી છે. આ અંતર્ગત કંપનીના 400 કર્મચારીઓ નોકરી ગુમાવવાના છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું કે કંપનીએ આ નિર્ણય રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે લીધો છે.

Swiggy Layoff: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી છટણી કરવા જઈ રહી છે. આ અંતર્ગત કંપનીના 400 કર્મચારીઓ નોકરી ગુમાવવાના છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું કે કંપનીએ આ નિર્ણય રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે લીધો છે. કંપનીની છટણીનો આ બીજો રાઉન્ડ છે. તમને જણાવી દઈએ કે નવા વર્ષમાં પણ ઘણી કંપનીઓએ તાજેતરમાં છટણીની જાહેરાત કરી છે. આ અગાઉ, બેંગલુરુ સ્થિત કંપનીએ જાન્યુઆરી 2023 માં 380 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. આ સાથે, તેણે ખર્ચ ઘટાડવા માટે તેનું મીટ બજાર પણ બંધ કરી દીધું હતું.

ટેક અને ઓપરેશન ટીમોમાં છટણી થશે

કંપનીની આ છટણી સ્વિગીના લગભગ 7 ટકા કર્મચારીઓને અસર કરે તેવી શક્યતા છે. માહિતી પ્રમાણે કંપની પાસે લગભગ 6,000 લોકો પેરોલ પર છે. સૂત્રએ કહ્યું કે ટેક અને ઓપરેશન્સ જેવી ટીમોના કર્મચારીઓ આ છટણીથી સૌથી વધુ પ્રભાવિત થશે.

IPO લાવવાની તૈયારી ચાલી રહી છે
Swiggy IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ અગાઉ એક અહેવાલમાં સામે આવ્યું હતું કે કંપની આ વર્ષના અંતમાં પબ્લિક માર્કેટમાં લિસ્ટ થવાની તૈયારી કરી રહી છે. કંપનીએ સંભવતઃ આ માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ પણ તૈયાર કર્યા છે. હવે IPO પહેલા કંપનીએ ખર્ચ ઘટાડવા માટે છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના સીઈઓ શ્રીહર્ષ મજેતીએ આ મહિનાની શરૂઆતમાં દાવોસમાં જણાવ્યું હતું કે વધુ વિસ્તારોમાં પહોંચ વધવાને કારણે ફૂડ ડિલિવરી પહેલા કરતા ધીમી થઈ ગઈ છે.

આ બાબતથી વાકેફ લોકોના જણાવ્યા અનુસાર, સ્વિગીનો ફૂડ-ડિલિવરી બિઝનેસ નફો કરી રહ્યો છે, પરંતુ તેનું ગ્રોસરી યુનિટ ઈન્સ્ટામાર્ટ હજુ પણ ખોટમાં છે. બેંગલુરુ સ્થિત કંપની તેના ખર્ચમાં ઘટાડો કરવા અને IPO પહેલાં વધુ સારું નાણાકીય પ્રદર્શન આપવા માટે તમામ મોરચે પોતાને અનુકૂળ કરવાનો પ્રયાસ કરી રહી છે. છટણી સાથે, સ્વિગી Paytm અને Flipkart જેવી કંપનીઓની યાદીમાં જોડાઈ ગઈ છે જેણે તાજેતરમાં તેમના ખર્ચ ઘટાડવા માટે છટણીનો આશરો લીધો છે.

ગત વર્ષે પણ 380 કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા હતા

ગયા વર્ષે પણ કંપનીએ જાન્યુઆરી 2023માં 380 કર્મચારીઓની છટણી કરી હતી. તે સમયે કંપનીએ જરૂરિયાત કરતાં વધુ લોકોને નોકરી પર રાખ્યા હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. ત્યારે પણ કંપનીએ આશ્વાસન આપ્યું હતું કે ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી થશે નહીં. પરંતુ હવે ફરી એકવાર છટણીના સમાચારથી કર્મચારીઓમાં અસુરક્ષાની લાગણી વધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
Embed widget