શોધખોળ કરો
Advertisement
ઇલેક્ટ્રિક કાર માટે 2021 રહેશે હૉટ, ભારતની આ બે મોટી કંપનીઓ પણ માર્કેટમાં ઉતારશે પોતાની ઇલેક્ટ્રિક કારો
ઇલેક્ટ્રિક કાર બનાવનારી કંપનીઓએ કહ્યું કે ભારતમાં ઇ-વ્હિકલ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત નથી પરંતુ આના ઇન્તજારમાં ના બેસી રહેવાય
નવી દિલ્હીઃ નવુ વર્ષ એટલે કે 2021નુ વર્ષ ઇલેક્ટ્રિક કારો માટે ખાસ બની રહેવાનુ છે. આ વર્ષે ટેસ્લા, જગુઆર લેન્ડ રોવર્સ જેવી કંપનીઓ તો માર્કેટમાં પોતાની ઇલેક્ટ્રિક કારો લૉન્ચ કરવાની જ છે, પરંતુ હવે રિપોર્ટ છે કે ભારતની બે મોટી કંપનીઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ પણ ઇલેક્ટ્રિક કારની એક દમદાર રેન્જ લૉન્ચ કરવા માટે તૈયાર છે.
ઇલેક્ટ્રિક કાર બનાવનારી કંપનીઓએ કહ્યું કે ભારતમાં ઇ-વ્હિકલ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસીત નથી પરંતુ આના ઇન્તજારમાં ના બેસી રહેવાય.
(પ્રતિકાત્મક તસવીર)
ઇ-વ્હિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા પર જોર....
આ વર્ષ ટેસ્લા મૉડલ 3થી લઇને પોર્શે ટેકેન, ઓડી-ટ્રૉન, જગુઆર-1-પેસ, વૉલ્વો એક્સસી-40 રિચાર્જની સાથે જ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ઇક્યૂવી 100 અને ટાટા મોટર્સ એલ્ટ્રૉજ ઇવી, બજાજ ઓટો ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ લઇને આવી શકે છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ક્વાડ્રિસિકલ પણ લઇને આવી શકે છે. આ કંપની ઘણા સમયથી ઇલેક્ટ્રિક કાર માર્કેટનુ રિસર્ચ કરી રહી છે. તેમને લાગી રહ્યું છે કે ઇલેક્ટ્રિક વાહનોને ભારતીય માર્કેટમા ઉતારવાનો સમય આવી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement