Tata Motors : જૂન 2022માં ટાટા મોટર્સની કારના વેચાણમાં જોરદાર વધારો, ઇલેક્ટ્રિક કાર પણ ખુબ વેંચાઈ
Tata Motors : જૂન 2021માં વેચાયેલા 43,704 યુનિટની સરખામણીએ આ 82 ટકાનો વધારો છે.
Cars Sales Report: જૂન 2022માં ટાટા મોટર્સની કારના વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. ટાટા મોટર્સે જૂન 2022માં 79,606 વાહનોનું વેચાણ કર્યું છે. જૂન 2021માં વેચાયેલા 43,704 યુનિટની સરખામણીએ આ 82 ટકાનો વધારો છે.
ઘરેલું સાથે કોમર્શિયલ વાહનોના વેચાણમાં પણ વધારો
તો બીજી બાજુ કોમર્શિયલ વાહનોનું કુલ વેચાણ (ઘરેલું + નિકાસ) જૂન 2022માં 69 ટકા વધીને 37,265 યુનિટ થયું હતું જે જૂન 2021માં 22,100 યુનિટ હતું. કોમર્શિયલ વાહનોનું સ્થાનિક વેચાણ જૂન 2022માં 34,409 યુનિટ પર પહોંચ્યું હતું, જે જૂન 2021ના 19,594 એકમો કરતાં 76 ટકા વધુ છે. આ જ સમયગાળા દરમિયાન, કંપનીની કોમર્શિયલ વ્હિકલ નિકાસ 2,506 યુનિટથી 14% વધીને 2,856 યુનિટ થઈ છે.
પેસેન્જર વાહનોના વેચાણમાં પણ વધારો
કંપનીનું કુલ સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ જૂન 2022માં 87% વધીને 45,197 યુનિટ થયું હતું જે જૂન 2021માં 24,110 યુનિટ હતું. જૂન 2022માં પેટ્રોલ અને ડીઝલ કારનું વેચાણ જૂન 2021ની સરખામણીમાં 78 ટકા વધીને 41,690 યુનિટ થયું છે. ઇલેક્ટ્રિક કારનું વેચાણ 433 ટકા વધીને 3,507 યુનિટ થયું છે.
Tata Motors Sales Release - June 2022.
— Tata Motors (@TataMotors) July 1, 2022
To know more, visit: https://t.co/SSK6q8OcAN#ConnectingAspirations pic.twitter.com/fqN66Cm2ac
ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ નવી ઊંચાઈએ પહોંચ્યું
નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 9,283 વેચાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ નવી ઊંચાઈએ પહોંચ્યું હતું અને જૂન 2022 માં 3,507 યુનિટનું અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ હતું. મે 2022માં લૉન્ચ કરાયેલ, Nexon EV Maxની ખૂબ માંગ છે.
FY2022ના ચોથા ક્વાર્ટરમાં કંપનીએ રૂ.1,032.84 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી. નાણાકીય વર્ષ 2021ના સમાન સમયગાળા દરમિયાન 7,605.40 કરોડની ખોટ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખું વેચાણ વાર્ષિક ધોરણે 11.3 ટકા ઘટીને રૂ. 77,857.16 કરોડ થયું છે.