શોધખોળ કરો
Advertisement
TATA મોટર્સને કારની માઈલેજનો ખોટો દાવો કરવો મોંઘો પડ્યો, કન્ઝ્યુમર કમિશને 3.5 લાખનો ફટકાર્યો દંડ
ગ્રાહકે કંપનીની ભ્રામક જાહેરાતના દાવાથી આકર્ષાઈને કાર ખરીદી હતી, પરંતુ અલગ અલગ ટેસ્ટ દરમિયાન કંપનીના દાવા અનુસાર ગાડીને માઈલેજ નહોતું મળ્યું.
નવી દિલ્હી: દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ પર માઈલેજનો ખોટો દાવો કરવા બદલ કન્ઝ્યુમર કમિશને દંડ ફટકાર્યો છે. કંઝ્યૂમર કમિશને ટાટા કંપનીને ભ્રામક જાહેરાતમાં દોષિ ઠેરવી છે. કમિશને ગ્રાહકનના નુકસાનની ભરપાઈ માટે ટાટા મોટર્સ પર 3.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ગ્રાહકે કંપનીની ભ્રામક જાહેરાતના દાવાથી આકર્ષાઈને કાર ખરીદી હતી, પરંતુ અલગ અલગ ટેસ્ટ દરમિયાન કંપનીના દાવા અનુસાર ગાડીને માઈલેજ નહોતું મળ્યું. નેશનલ કન્ઝ્યૂમર ડિસ્પ્યૂટ રેડ્રેસલ કમિશને ટાટા મોટર્સને કોલકાતાના પ્રદીપ કુંડૂને બે લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે.
આ સિવાય કમિશને રાજ્ય કન્ઝ્યૂમર વેલફેર ફંડમાં 1.5 લાખ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખીય છે કે, આ પહેલા એનસીડીઆરસીએ ટાટા મોટર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશનને ફગાવી દીધી હતી.
સમગ્ર મામલાની વાત કરીએ તો, ગ્રાહકે 2011માં કંપનીની એક જાહેરાત જોઈને ટાટા ઈન્ડિગો કાર ખરીદી હતી. કંપનીએ 25 મિલ પ્રતિ લીટર માઈલેજનો દાવો કર્યો હતો. પરંતુ ગ્રાહકને ક્યારેય પણ કંપની દાવા અનુસાર માઈલેજ મળ્યું નહોતું. તેણે કંપની પર માઈલેજના ખોટા દાવાનો આરોપ લગાવતા કાર બદલી આપવા કહ્યું હતું પરંતુ તેને કંપનીએ કાર બદલવાનો ઈનકાર કરી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ખેતીવાડી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion