Insurance Buying Tips: શું આપ ઇન્શ્યોરન્સ લેવાનું વિચારી રહ્યાં છો, તો પહેલા આ મુદ્દાને સમજો
તમારી કાર માટે વીમો પસંદ કરતી વખતે, પહેલા તમારી જરૂરિયાતોને સમજો. એકવાર તમે તમારી જરૂરિયાતોને સમજી લો, પછી અન્ય કંપનીના ઇન્સ્યોરન્સ સાથે કમ્પેર કરો.
Car Insurance Buying Tips: વાહન માટે યોગ્ય વીમો પસંદ કરવો એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, કારણ કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે. તેથી, બજારમાં ઉપલબ્ધ વીમામાંથી તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર એક પસંદ કરવું જરૂરી બની જાય છે. આગળ અમે કેટલાક સૂચનો આપવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી કાર માટે યોગ્ય વીમો પસંદ કરી શકો છો.
કેટલી વસ્તુ કવર થાય છે?
મોટાભાગના વીમામાં કેટલીક બાબતોને આવરી લેવામાં આવે છે. ખાસ કરીને તેમાં લાયબિલિટી, કોલિજન, ક્રોમ્પ્રેહેસિવ સિવાય પણ કેટલીક ચીજો હોય છે. જે કવર નથી થતી. ઉપરાંત, દરેકનો પોતાનો અલગ કવર એરિયા હોય છે. થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સની વાત કરીએ તો, આમાં તમારા દ્વારા અન્ય લોકોને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે. ઉપરાંત, તમે કાયદેસર રીતે તમારા વાહન સાથે રસ્તા પર વાહન ચલાવી શકો છો અને અકસ્માતના કિસ્સામાં, તમને કાયદેસર રીતે માન્ય ગણવામાં આવશે, બીજી તરફ, કોમ્પ્રીહેન્સિવ તમારા વાહનને કવર કરે છે.
તમારી જરૂરિયાતોને સમજો
તમારી કાર માટે વીમો પસંદ કરતી વખતે, પહેલા તમારી જરૂરિયાતોને સમજો. જેના માટે તમારી ઉંમર, કારની કિંમત, તમારું બજેટ તેમજ તમારી ડ્રાઇવિંગની આદતો જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ મહત્વની છે. જો તમારી પાસે નવી કાર છે, તો કોમ્પ્રેહેસિલ કવરેજ તમારા માટે યોગ્ય હોઈ શકે છે. પરંતુ જો તમારી કાર જૂની છે, તો તમે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ માટે જઈ શકો છો.
પ્રીમિયમની સરખામણી કરો
એકવાર તમે તમારી જરૂરિયાતોને સમજી લો, પછી તમે તેને ખરીદવાની લગભગ નજીક છો. હવે તમારે વિવિધ કંપનીઓના પ્રીમિયમ અને કવરેજની સરખામણી કરવી જોઈએ, જે સરળતાથી ઓનલાઈન ઉપલબ્ધ છે. જો કે, એ જરૂરી નથી કે સૌથી ઓછા પ્રીમિયમ પર ઉપલબ્ધ પોલિસી હંમેશા શ્રેષ્ઠ હોય. તેથી, પોલિસીની સાથે, કંપની અને તેના દ્વારા આપવામાં આવતી વસ્તુઓ પર પણ ધ્યાન આપો.
ક્લેમ સેટલમેન્ટ રેશિયો જાણો
એકવાર તમે પોલિસી ફાઇનલ કરી લો, પછી તે કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો પણ જાણી લો. જે તે કંપની દ્વારા સમયસર અને યોગ્ય રીતે ઉકેલવા જોઈએ, જેથી તમે પણ ભવિષ્યમાં ટેન્શન ફ્રી રહી શકો.