આ રેલવે સ્ટોક આપશે શાનદાર ડિવિડેંડ,20 માર્ચ સુધી ખરીદવાનો છે મોકો, જાણો ભવિષ્યની સંભાવાના
IRFC એ ભારતમાં ત્રીજી સૌથી મોટી સરકારી NBFC છે. તેની આવક રૂ. 26,600 કરોડ છે અને નફો રૂ. 6,400 કરોડથી વધુ છે. IRFC એ ભારતીય રેલ્વેના રોલિંગ સ્ટોકના 80 ટકા માટે ધિરાણ કર્યું છે.

ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન (IRFC)ના શેર આ અઠવાડિયે ચર્ચામાં છે. કંપનીએ બોર્ડ મીટિંગની તારીખ 17 માર્ચ, 2025 નક્કી કરી છે, જ્યાં નાણાકીય વર્ષ 2024-25 માટે બીજા વચગાળાના ડિવિડન્ડ અંગે નિર્ણય લેવામાં આવશે. ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 21 માર્ચ 2025 રાખવામાં આવી છે, એટલે કે 20 માર્ચ 2025 સુધી IRFC શેર ખરીદનારા રોકાણકારો ડિવિડન્ડ માટે હકદાર રહેશે. ચાલો જાણીએ કે શેરની સ્થિતિ શું છે અને તેમનું ભવિષ્ય શું હશે.
IRFC શેરની કિંમતની સ્થિતિ
આ વર્ષે IRFCના શેરની કિંમત 20 ટકાથી વધુ ઘટી છે (YTD). ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા બાદ શેરબજારમાં આવેલા ઘટાડાને કારણે આ ઘટાડો થયો છે. IRFCના શેરની કિંમત તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી 49 ટકા નીચે છે.
ભવિષ્યની સંભાવનાઓ શું છે?
IRFC હવે ભારતીય રેલવેથી આગળ વિસ્તરી રહી છે અને પાવર જનરેશન, માઇનિંગ, કોલસો, વેરહાઉસિંગ, ટેલિકોમ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં પણ રોકાણ કરી રહી છે. કંપનીએ રૂ. 700 કરોડના મૂલ્યના NTPC માટે 20 BOBR રેકનું ધિરાણ કર્યું છે. આ સિવાય, IRFC એ NTPCની પેટાકંપની PVUNL માટે રૂ. 3,190 કરોડની લોનને ધિરાણ આપવા માટે સૌથી ઓછી બિડ કરી છે. તે જ સમયે, NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ (NTPC REL) એ પણ રૂ. 7,500 કરોડની ટર્મ લોન (RTL) માટે IRFCની પસંદગી કરી છે.
તમને જણાવી દઈએ કે, IRFC ભારતની ત્રીજી સૌથી મોટી સરકારી NBFC છે. તેની આવક રૂ. 26,600 કરોડ છે અને નફો રૂ. 6,400 કરોડથી વધુ છે. IRFC એ ભારતીય રેલ્વેના રોલિંગ સ્ટોકના 80 ટકા માટે ધિરાણ કર્યું છે. તેનું માર્કેટ કેપ રૂ. 2,00,000 કરોડથી વધુ અને AUM રૂ. 4.61 લાખ કરોડ છે.
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેર બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABP Live ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.




















