Stock Market Crash: શેર બજારમાં સુનામી, સેન્સેક્સ 1000 પૉઇન્ટ ડાઉન, નિફ્ટી પણ ડાઉન, રોકાણકારોના 8 લાખથી વધુ ધોવાયા
સવારે તેજીની ગતિ સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ 1053 પોઈન્ટ નીચે આવી ગયો છે
Stock Market Crash: સવારે તેજીની ગતિ સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ 1053 પોઈન્ટ નીચે આવી ગયો છે. નિફ્ટી દિવસની સર્વોચ્ચ સપાટીથી 333 પોઈન્ટ ઘટી ગયો છે. જ્યારે મિડ કેપ ઈન્ડેક્સમાં સવારના ઊંચા સ્તરેથી 2200 પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સેન્સેક્સ 1053 પોઈન્ટના ઘટાડા સાથે 70,370.35 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 333 પોઇન્ટના ઘટાડા સાથે 21,238.80 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આ સાથે જ આજે દિવસભરમાં રોકાણકારોનું 8 લાખ કરોડથી પણ વધું ધોવાણ થયુ હતુ.
શેર માર્કેટ ધરાશાયી, મિડ કેપ ઇન્ડેક્સ દિવસના હાઇથી 2200 પૉઇન્ટ તુટ્યો, રોકાણકારોનું 8.50 લાખ કરોડનું નુકસાન
આજે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ 1600 પોઈન્ટ નીચે આવી ગયો છે. નિફ્ટી દિવસની સર્વોચ્ચ સપાટીથી 500 પોઈન્ટ ઘટી ગયો છે. જ્યારે મિડ કેપ ઈન્ડેક્સમાં સવારના ઊંચા સ્તરેથી 2200 પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સેન્સેક્સ 1030 પોઈન્ટના ઘટાડા સાથે 71000ની નીચે 79,380 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 343 પોઇન્ટના ઘટાડા સાથે 21,226 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડાથી રોકાણકારોને અત્યાર સુધીમાં લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 368.60 લાખ કરોડ રૂપિયા થયું હતું જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 374.38 લાખ કરોડ હતું. એટલે કે BSE માર્કેટ કેપમાં 5.78 લાખ કરોડનો ઘટાડો થયો છે.
બજારમાં બેન્કિંગ શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ શેરોનો નિફ્ટી ઇન્ડેક્સ 918 પોઇન્ટના ઘટાડા સાથે 919 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી બેન્કના 12માંથી 11 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર ICICI બેંકનો સ્ટોક વધી રહ્યો છે. એફએમસીજી અને એનર્જી શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ, ઓટો શેરોમાં પણ રોકાણ કરીને પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે.
આજના વેપારમાં સૌથી મોટો ઘટાડો ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં છે જે 27.40 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ઓબેરોય રિયલ્ટી 8.95 ટકા, IRCTC 6.69 ટકા, IDFC ફર્સ્ટ બેન્ક 6.61 ટકા, IDFC 6.50 ટકા, MCX ઇન્ડિયા 5.87 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આ સિવાય ભેલ 4.82 ટકાના ઘટાડા સાથે, IOC 4.73 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
આજના કારોબારમાં રેલ્વે સંબંધિત શેરોમાં સતત વધારાને બ્રેક લાગી છે. રોકાણકારો રેલવેના તમામ શેરોમાં નફો બુક કરી રહ્યા છે. અન્ય સરકારી કંપનીઓના શેરમાં પણ વેચવાલી જોવા મળી રહી છે.