(Source: ECI/ABP News/ABP Majha)
Budget 2024: બજેટ પહેલા રેલવે શેર બન્યા રોકેટ, RVNLમાં 16 ટકાનો ઉછાળો
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં રેલવે સંબંધિત કંપનીઓના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સૌથી મોટો ઉછાળો રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) ના શેરમાં છે જે 15 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
Railway Stocks: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં રેલવે સંબંધિત કંપનીઓના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સૌથી મોટો ઉછાળો રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) ના શેરમાં છે જે 15 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. IRFCનો સ્ટોક પહેલીવાર રૂપિા 200થી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે સરકાર 23 જુલાઈ, 2024ના રોજ રજૂ થનારા બજેટમાં રેલવે માટે જંગી ભંડોળની જોગવાઈ કરી શકે છે, જેનો સંકેત ખુદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો છે.
રેલ PSU શેરોમાં વધારો
આજના વેપારમાં તમામ સરકારી PSU રેલ શેરોમાં તેજી છે. રેલ વિકાસ નિગમ લિમિટેડનો સ્ટોક 16 ટકાથી વધુના ઉછાળા સાથે 568 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. સ્ટોકમાં એક મહિનામાં 50 ટકા અને છ મહિનામાં 200 ટકાથી વધુનો વધારો થયો છે. 3 વર્ષમાં સ્ટોક 16 ગણો વધ્યો છે. IRFCના શેરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત, IRFCના શેર રૂપિયા 200ને પાર કરીને રૂપિયા 206 પર પહોંચ્યા હતા. શેર 7 ટકાના ઉછાળા સાથે રૂપિયા 201ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. IRFCના શેરે વર્ષ 2024માં 101 ટકા વળતર આપ્યું છે. જ્યારે 2 વર્ષમાં સ્ટોક 9 ગણો વધ્યો છે.
રેલ સ્ટોક રોકેટ બન્યા
આજના સેશનમાં ઇરકોન ઇન્ટરનેશનલના શેરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. IRCONનો શેર પણ 334.50 રૂપિયાની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. હાલમાં શેર 6.50 ટકાના વધારા સાથે રૂપિયા 328 પર ટ્રેડ કરી રહ્યો છે. BEML 3.36 ટકાના વધારા સાથે રૂપિયા 5236 પર ટ્રેડ કરી રહ્યું છે, રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 3.28 ટકા સાથે ટ્રેડ કરી રહ્યું છે. આ સિવાય ટેક્સમેકો રેલનો શેર 4.50 ટકાના વધારા સાથે રૂ. 285 પર ટ્રેડ થઈ રહ્યો છે.
બજેટમાં રેલવે પર ફોકસ રહેશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેની તારીખ 6 જુલાઈ શનિવારના રોજ જાહેર કરવામાં આવી છે. મોદી સરકાર બજેટમાં રેલવે માટે જંગી ભંડોળની જોગવાઈ કરી શકે છે. રેલવે મંત્રીએ 2500 પેસેન્જર કોચ સાથે 10000 નવા રેલ કોચ લાવવાની જાહેરાત કરી છે. રેલ્વે મંત્રીની આ જાહેરાતને કારણે રેલવે શેરો રોકેટ બન્યા છે. તેમજ તાજેતરમાં થયેલા રેલવે અકસ્માતને જોતા રેલ્વે સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે બજેટમાં મોટા ફંડની જોગવાઈ પણ કરવામાં આવી શકે છે. સરકાર 50 અમૃત ભારત ટ્રેનો ચલાવવાની પણ યોજના ધરાવે છે. આ જ કારણ છે કે બજેટ પહેલા રેલવે સ્ટોકમાં વધારો જોવા મળી રહ્યો છે.