શોધખોળ કરો
Advertisement
વૈશ્વિક સ્તરે ક્રૂડમાં ઐતિહાસિક કડાકો છતાં ભારતમાં કેમ નથી ઘટતા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો વિગતે
વિશ્વભરમાં ક્રૂડનું ઉત્પાદન વધી રહ્યું છે પરંતુ માગમાં ઘટાડાને કારણે કિંમતમાં ઘટાડો નોંધાય છે. વિશ્વભરમાં ઔદ્યોગિક ગતિવિધિઓ બંધ થઈ ગઈ છે જેની અસર ક્રૂડની કિંમતો પર પડી રહી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી સંકટની વચ્ચે ક્રૂડ ઓઈલની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકામાં ક્રૂડ ઓઈલની કિંમત બોટલબંધ પાણી કરતાં પણ સસ્તું થઈ ગયું છે. ક્રૂડ ઓઈલની કિંમત શૂન્ય ડોલરની નીચે ઉતરી ગઈ હતી. વાયદા બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત -37.56 ડોલર પ્રતિ બેરલ નોંધાઈ હતી. માત્ર ત્રણ મહિનામાં ક્રૂડની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે.
ક્રૂડ ઓઈલની કિંમતમાં કેમ આવ્યો ભારે ઘટાડો?
સૌથી મોટો સવાલ એ છે કે આખરે ક્રૂડ ઓઈલમાં આટલો મોટો ઘટાડો કેમ આવ્યો છે. કોરોના વાયરસને કારણે વિશ્વમાં પ્રવાસ પર પ્રતિબંધ છે જેથી ક્રૂડ ઓઇલની કિંમતમાં ભારે ઘટાડો નોંધાયો છે. સઉદી અરબ અને રશિયાની વચ્ચે પ્રાઈસ વોરને કારણે પણ માગમાં ઘટાડો નોંધાયો છે.
વિશ્વભરમાં ક્રૂડનું ઉત્પાદન વધી રહ્યું છે પરંતુ માગમાં ઘટાડાને કારણે કિંમતમાં ઘટાડો નોંધાય છે. વિશ્વભરમાં ઔદ્યોગિક ગતિવિધિઓ બંધ થઈ ગઈ છે જેની અસર ક્રૂડની કિંમતો પર પડી રહી છે.
ક્રૂડ ઓઈલની કિંતમાં ઘટાડો ભારતની ડગમગાતી અર્થવ્યવસ્થાને મદદ કરી શકે છે. ભારત લગભગ 80 ટકાથી વધારે ક્રૂડની આયાત કરે છે. જેના માટે ડોલરમાં પેમેન્ટ કરવાનું હોય છે. ક્રૂડની કિંમતમાં ઘટાડાથી ભારતે ડોલરમાં ઓછી ચૂકવણી કરવી પડશે.
ભારતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થશે?
જોકે વૈશ્વિક ધોરણે જોવા મળેલ ક્રૂડમાં કડાકાનો લાભ ભારતીયોનો વધુ મળે તેમ લાગતું નથી. કારણ કે ક્રૂડ ઓઈલમાં આવેલ ઘટાડાનો લાભ ખુદ સરકાર પોતાના ગજવામાં લઈ જાય છે અને સામાન્ય લોકોને તેનો જાજો લાભ મળતો નથી. સરકાર ક્રૂડના ઘટતા જોતા ભાવને ધ્યાનમાં લઈને સમયાંતરે એક્સાઈ ડ્યૂટીમાં વધારો કરી દે છે જેથી સામાન્ય લોકોને ઘટતા ક્રૂડનો કોઈ લાભ મળતો નથી. જોકે ભારતમાં છેલ્લાં ઘણાં સમયથી પેટ્રલ અને ડીઝલના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે.
અમેરિકા કેનેડા, સાઉથ કોરિયા અને ભારત સહિત 44 દેશોમાં ક્રૂડની નિકાસન કરે છે. આંકડા અનુસાર 2018માં ક્રૂડ ઓઈલ અને ગેસથી અમેરિકાને 181 બિલિયન ડોલરની આવક થઈ હી. ક્રૂડની માગમાં ઘટાડાને કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા ખરાબ રીતે નબળી પડી શકે છે. અમેરિકામાં ક્રૂડ કંપનીઓ પર લોનના ભારણને કારણે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર માટે જોખમ ઉભું થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement