શોધખોળ કરો

Upcoming IPO: નવેમ્બરમાં IPO માર્કેટમાં મોટા ધડાકા થશે, સ્વિગી NTPC સહિત દિગ્ગજ કંપનીઓ બજારમાં કરશે એન્ટ્રી

IPO Market: નવેમ્બરમાં સ્વિગી, NTPC ગ્રીન એનર્જી અને મોબિક્વિક જેવી અલગ અલગ સેક્ટરની ઘણી મોટી કંપનીઓના IPO આવવાના છે. આનાથી રોકાણકારો માટે એક શાનદાર તક બનશે.

IPO Market: આ વર્ષે ઘણા IPOમાં બહાર આવ્યા છે. એક પછી એક ઘણી નાની મોટી કંપનીઓએ સ્ટોક માર્કેટમાં એન્ટ્રી લીધી છે. આમાંથી મોટાભાગની કંપનીઓએ રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. હવે દિવાળીના નાના બ્રેક પછી એક વાર ફરી IPO માર્કેટમાં હલચલ થવા લાગી છે. સ્વિગી, NTPC ગ્રીન એનર્જી અને મોબિક્વિક જેવી અલગ અલગ સેક્ટરની ઘણી મોટી કંપનીઓ માર્કેટમાં ઉતરવા માટે તૈયાર થઈ ગઈ છે. આ બધાને સેબી (SEBI)ની મંજૂરી પહેલેથી જ મળી ચૂકી છે. આ બધાની એન્ટ્રી નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ થવાની છે. ચાલો એક નજર આગામી મહિને આવનારા મોટા IPO પર નાખીએ.

સ્વિગી (Swiggy)

આ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મનો IPO 6 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખૂલી શકે છે. સ્વિગીનો IPO લગભગ 11,800 કરોડ રૂપિયાનો હશે. આમાં ઓફર ફોર સેલ પણ હશે. આ IPO પર ઝોમેટો સહિત ઘણી ક્વિક કોમર્સ કંપનીઓની નજર રહેશે. ઝોમેટો પણ ફંડ એકત્રિત કરવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. જોકે, આ માટે તે QIP રૂટનો ઉપયોગ કરી શકે છે.

NTPC ગ્રીન એનર્જી (NTPC Green Energy)

આ દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર રિન્યુએબલ એનર્જી કંપની છે. NTPC ગ્રીન એનર્જીનું પોર્ટફોલિયો હાલમાં 14,696 મેગાવોટનું છે. આ ઉપરાંત કંપની સોલાર અને વિન્ડ એનર્જીના 10,975 મેગાવોટના પ્રોજેક્ટ્સ વિકસાવી રહી છે.

એક્મે સોલાર હોલ્ડિંગ્સ (Acme Solar Holdings)

આ રિન્યુએબલ એનર્જી કંપની માત્ર સોલાર પાવર પ્રોજેક્ટ્સ જ ચલાવે છે. તે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, ઓપરેશન્સ અને મેન્ટેનન્સ પોતે જ કરે છે. એક્મે સોલાર હોલ્ડિંગ્સ કેન્દ્ર અને રાજ્ય સરકારોને વીજળી વેચીને રેવન્યુ જનરેટ કરે છે.

નિવા બૂપા હેલ્થ ઇન્શ્યોરન્સ (Niva Bupa Health Insurance)

આ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની માર્કેટનો 16.24 ટકા હિસ્સો ધરાવે છે. નાણાકીય વર્ષ 2023 24માં તેનું ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ 5,499 કરોડ રૂપિયાનું હતું. કંપનીએ ડિજિટલ સર્વિસ આપીને ગ્રાહકોને આકર્ષિત કર્યા છે. સ્ટાર હેલ્થ પછી IPO લાવનારી નિવા બૂપા બીજી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની બનવા જઈ રહી છે.

વન મોબિક્વિક સિસ્ટમ્સ (One Mobikwik Systems)

આ કંપનીની સ્થાપના બિપિન પ્રીત સિંહ અને ઉપાસના ટાકુએ કરી હતી. તે QR, EDC મશીન અને મર્ચન્ટ કેશ એડવાન્સ જેવી સેવાઓ પૂરી પાડે છે. તેની સબસિડિયરી ઝાકપે (Zaakpay) ઈ કોમર્સ કંપનીઓ માટે પેમેન્ટ ગેટવે સર્વિસ પ્રદાન કરે છે.

સેજિલિટી ઇન્ડિયા (Sagility India)

આ કંપની 2021માં બેંગલુરુમાં સ્થાપિત થઈ હતી. તે હેલ્થકેર કંપનીઓ માટે ક્લેઇમ્સ મેનેજમેન્ટ, ક્લિનિકલ સર્વિસિસ અને રેવન્યુ સાયકલ મેનેજમેન્ટ સેવાઓ પૂરી પાડે છે.

ઝિંકા લોજિસ્ટિક્સ (Zinka Logistics)

આ કંપની ટ્રક ઓપરેટર્સને અલગ અલગ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. આમાં પેમેન્ટ મેનેજમેન્ટ, ટેલિમેટિક્સ અને વ્હીકલ ફાઇનાન્સિંગ સર્વિસિસ સામેલ છે. કંપનીએ માર્ચ, 2024 સુધીમાં 196.79 કરોડ રૂપિયાની 4,035 લોન વિતરિત કરી છે.

આ પણ વાંચોઃ

સવારે ઉઠતા જ આ રીતે પાણી પીવો, એક જ ઝાટકે પેટ સાફ થઈ જશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm  મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
વિરાટ સહિત જાડેજા-બુમરાહ પણ થશે બહાર! ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન
વિરાટ સહિત જાડેજા-બુમરાહ પણ થશે બહાર! ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન
સલમાન ખાન સુરક્ષિત નથી! રાકેશ ટિકૈત બોલ્યા - માફી માંગવાથી જીવ બચી જાય તો શું વાંધો છે, માની લો...
સલમાન ખાન સુરક્ષિત નથી! રાકેશ ટિકૈત બોલ્યા - માફી માંગવાથી જીવ બચી જાય તો શું વાંધો છે, માની લો...
ઇઝરાયેલની એરસ્ટ્રાઇકે છીનવી લીધી ઈરાનની સૌથી મોટી 'તાકાત'! ઇચ્છીને પણ નહીં કરી શકે જવાબી હુમલો
ઇઝરાયેલની એરસ્ટ્રાઇકે છીનવી લીધી ઈરાનની સૌથી મોટી 'તાકાત'! ઇચ્છીને પણ નહીં કરી શકે જવાબી હુમલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fast Mobile Charging Tips : શું તમારા ફોનમાં ખૂબ જ ધીમું ચાર્જિંગ થાય છે? અપનાવો આ ટિપ્સPanchmahal News : જીવતા વીજ વાયરથી બે સગા ભાઈ-ભાણેજનું મોત, દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યુંAmbalal Patel : Gujarat Cyclone Threat : ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો,  બીજું ચક્રવાત હશે ખૂબ જ પ્રચંડMan Ki Baat : PM મોદીએ મન કી બાતમાં ડિજિટલ અરેસ્ટને લઈ લોકોને ચેતવ્યા, જુઓ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm  મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
ડિજિટલ અરેસ્ટ શું છે? જેના સંદર્ભે Pm મોદીએ દેશવાસીઓને કર્યાં એલર્ટ
વિરાટ સહિત જાડેજા-બુમરાહ પણ થશે બહાર! ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન
વિરાટ સહિત જાડેજા-બુમરાહ પણ થશે બહાર! ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં આવી હશે પ્લેઇંગ ઇલેવન
સલમાન ખાન સુરક્ષિત નથી! રાકેશ ટિકૈત બોલ્યા - માફી માંગવાથી જીવ બચી જાય તો શું વાંધો છે, માની લો...
સલમાન ખાન સુરક્ષિત નથી! રાકેશ ટિકૈત બોલ્યા - માફી માંગવાથી જીવ બચી જાય તો શું વાંધો છે, માની લો...
ઇઝરાયેલની એરસ્ટ્રાઇકે છીનવી લીધી ઈરાનની સૌથી મોટી 'તાકાત'! ઇચ્છીને પણ નહીં કરી શકે જવાબી હુમલો
ઇઝરાયેલની એરસ્ટ્રાઇકે છીનવી લીધી ઈરાનની સૌથી મોટી 'તાકાત'! ઇચ્છીને પણ નહીં કરી શકે જવાબી હુમલો
ગુજરાત પર ત્રણ  વાવાઝોડાનો  ખતરો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની ચેતવણી
ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેની ચેતવણી
દિવાળી પહેલા અમદાવાદમાં મોટી દુર્ઘટના,નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં બેના મોત
દિવાળી પહેલા અમદાવાદમાં મોટી દુર્ઘટના,નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં બેના મોત
રાશન કાર્ડ નથી તો પણ મળશે સરકારી યોજનાઓનો લાભ, બસ કરો આ કામ
રાશન કાર્ડ નથી તો પણ મળશે સરકારી યોજનાઓનો લાભ, બસ કરો આ કામ
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
Embed widget