Vadilal Industries: આઈસક્રીમ બનાવતી અમદાવાદની આ જાણીતી કંપનીના શેરમાં આવ્યો ઉછાળો, જાણો શું છે કારણ
Vadilal Ice Cream: એક રિપોર્ટ પ્રમાણે, બેન કેપિટલ વાડીલાલના યૂનિટ્સને એક યુનિટમાં મર્જ કરવાનું વિચારી રહી છે. આ સોદો આશરે 3000 કરોડ રૂપિયામાં પૂરો થવાનો અંદાજ છે.
Vadilal Ice Cream: આઈસક્રીમ બનાવતી અમદાવાદની જાણીતી કંપની વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઉછાળો આવ્યો છે. બેન કેપિટલ દ્વારા હસ્તગત કરવાના અહેવાલથી કંપનીના શેરમાં ઉછાળો આવ્યો છે. મનીકંટ્રોલના રિપોર્ટ પ્રમાણે, બેન કેપિટલ વાડીલાલના યૂનિટ્સને એક યુનિટમાં મર્જ કરવાનું વિચારી રહી છે. આ સોદો આશરે 3000 કરોડ રૂપિયામાં પૂરો થવાનો અંદાજ છે. આ પહેલા અર્પવુડે વાડીલાલમાં હિસ્સો ખરીદવા ઓફર કરી હતી પરંતુ પ્રમોટર વિવાદના કારણે હિસ્સો વેચવામાં વિલંબ થયો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે પ્રમોટર પાસેથી બ્રાંડ ખરીદવા શેર ધારકોની મંજૂરી લીધી હતી. બેન કેપિટલ દ્વારા વાડીલાલ ખરીદવાના અહેવાલ વચ્ચે છેલ્લા બે કારોબારી દિવસથી શેરમાં તેજી આવી છે. આજે કારોબારી દિવસના અંતે શેર 3027.35 રૂપિયાના સ્તર પર બંધ થયો છે. સોમવારે શેર 52 સપ્તાહની ટોચ 3294.65 રૂપિયા પર પહોંચીને દિવસના અંતે 3150 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.
માત્ર આઈસક્રીમ જ નહીં આ વસ્તુઓ પણ બનાવે છે
વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ એક ફૂડ એન્ડ વેબરેજ કંપની છે, જે આઈસક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક, ફ્રોઝન ડેઝર્ટ અને અન્ય ડેરી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપની ફ્રોઝન ફ્રૂટ, શાકભાજી, પલ્પ, રેડી ટૂ ઈટ એન્ડ સર્વ ઉત્પાદનોનું પ્રોસેસિગ અને નિકાસ પણ કરે છે. કંપનીના બે આઈસક્રીમ યુનિટ છે. એક ગુજરાતમાં અને બીજો ઉત્તરપ્રદેશમાં છે. વાડીલાલ ગુજરાતના વલસાડના ધરમપુર સ્થિત યુનિટમાં ફ્રોઝન ફ્રૂટ્સ, શાકભાજી અને ખાદ્ય પદાર્થોનું પ્રોસેસિંગ કરે છે.
કંપનીની પ્રોડક્ટની છે વિશાળ રેન્જ
આ ઉપરાંત વાડીલાલ એન્ટરપ્રાઇઝ ફ્રોઝન ફૂડ પ્રોડક્ટની નિકાસ પણ કરે છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં શાકભાજી, ફળ, પલ્પ, આરટીએસ, રોટલી, પરાઠા, સ્નેક્સ, રેડી મીલ્સ સામેલ છે. ઉપરાંત ફળ, ફળનો પલ્પ, શાકભાજી જેવા ડબ્બા પેક ઉત્પાદનોની નિકાસ કરે છે તથા કંપની ફ્રૂટ કોકટેલ, કેરીની સ્લાઇસ પણ વેચે છે.
1926માં અમદાવાદમાં થઈ હતી શરૂઆત
વાડીલાલ કંપનીની શરૂઆત 1926માં ગુજરાતના અમદાવાદમાં પ્રથમ આઉટલેટ સાથે થઈ હતી. વાડીલાલ આઈસક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક, ફ્રોઝન ડેઝર્ટ અને ડેરી ઉત્પાદન બનાવે છે.
Jab har bite mein mile nayi nayi khushiyaan, toh taste bhi ho jaaye lajawab.😋🍦#DilBoleWaahWaahWaah#Dilbolewaah #icecreamneeded #dessertlife #mirrormirror #funtimes #icecreamalldayeveryday #lovedessert #needfood #Vadilalicecream #summertimes #rainyday #icecreamforever pic.twitter.com/SLWvQXhp30
— Vadilal Ice Creams (@icecreamvadilal) July 10, 2023
Join Our Official Telegram Channel: