Vibrant Gujarat 2024: દેશની 5 ટકા વસ્તી ગુજરાતમાં વસે છે પણ દેશના જીડીપીમાં ફાળો 8.5 ટકાઃ નિર્મલા સીતારમણ
Vibrant Gujarat Summit: હાલમાં ભારતની અર્થવ્યવસ્થા 3.4 ટ્રિલિયન ડોલરની છે અને ચીન, જાપાન અને જર્મની પછી અમેરિકા પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
Vibrant Gujarat Summit: ગાંધીનગરમાં આજથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થયો છે. જેમાં સંબોધન કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. 2047 સુધીમાં ભારત 30 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિકસિત અર્થતંત્ર બની જશે. હાલમાં ભારતની અર્થવ્યવસ્થા 3.4 ટ્રિલિયન ડોલરની છે અને ચીન, જાપાન અને જર્મની પછી અમેરિકા પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
ગુજરાતના ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને સંબોધિત કરતી વખતે નાણામંત્રીએ જણાવ્યું હતું કે 2047માં ભારત આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે, તેથી આ સમયગાળા દરમિયાન સૂર્યોદય ઉદ્યોગો એટલે કે ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન FDI નીતિએ દેશમાં 595 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ આકર્ષવામાં મદદ કરી છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ના ભાગરૂપે મહાત્મા મંદિર ખાતે આયોજિત વિકસિત ગુજરાતના રોડમેપ અંગેના સેમિનારના શુભારંભ પ્રસંગે માનનીય કેન્દ્રીય નાણામંત્રીશ્રી @nsitharaman જી તેમજ ફાઈનાન્સ અને ગવર્નન્સ ક્ષેત્રના અગ્રણીઓની સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 10, 2024
ગુજરાત સેમિકંડકટર,… pic.twitter.com/9dODetnGRg
નિર્મલા સીતારમણે કહ્યું કે, 2027-28 સુધીમાં એવી શક્યતાઓ છે કે આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું અને આપણો જીડીપી 5 ટ્રિલિયન ડોલરને પાર કરી જશે. તેમણે કહ્યું કે 2047 સુધીમાં અમારો અંદાજ છે કે અમે 30 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા સુધી પહોંચી શકીશું. તેમણે કહ્યું કે કોવિડ મહામારી પછી ભારતીયોએ પડકારોનો સામનો કર્યો છે અને અર્થતંત્રમાં પુનઃપ્રાપ્તિ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે ગુજરાત 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર ભારતના એન્જિન તરીકે કામ કરશે.
નાણામંત્રીએ સમિટમાં જણાવ્યું હતું કે, દેશની 5 ટકા વસ્તી ગુજરાતમાં વસે છે પરંતુ દેશના જીડીપીમાં તેનો ફાળો 8.5 ટકા છે. તેમણે કહ્યું કે રાજ્ય 2011 થી 2014 દરમિયાન 12 ટકાના વાર્ષિક વિકાસ સાથે પ્રગતિ કરી રહ્યું છે જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 10.4 ટકા છે. તેમણે કહ્યું કે ભારત એક ઇન-હાઉસ સેમિકન્ડક્ટર ઉત્પાદક બનવા જઈ રહ્યું છે અને અહીં મોટા પાયે ઇલેક્ટ્રિક વાહનો અપનાવવામાં આવી રહ્યા છે. તેમણે આનો શ્રેય સરકારની એફડીઆઈ નીતિને આપ્યો છે.
Gujarat has approximately 5% of our nation's population. It contributes 8.5% to our overall GDP & adds 19% to the national GVA (Gross Value Added) every year.
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) January 10, 2024
Gujarat's per capita income is 1.7 times the national average & the state grew at 12% CAGR between 2011-2021, while the… pic.twitter.com/p6gXERp0Ta