Fact Check: ચીનની હેલોવીન પાર્ટીનો વીડિયો બાંગ્લાદેશમાં હિંદુઓેને જીવતા સળગાવી દેવાના દાવાથી વાયરલ
Fact Check:બૂમે પોતાના ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો 2018નો ચીનનો છે
CLAIM: વીડિયોમાં બાંગ્લાદેશમાં બે હિન્દુ પુરુષોને આગમાં જીવતા શેકવામાં આવી રહ્યા છે.
FACT CHECK: બૂમે પોતાના ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો 2018નો ચીનનો છે. તેમાં થીમ પાર્કમાં હેલોવીન પાર્ટીમાં બે મેનિકન શેકતા દર્શાવવામાં આવ્યા હતા.
Fact Check: ચીનના એક થીમ પાર્કમાં આયોજિત હેલોવીન પાર્ટી દરમિયાન બે મેનિકન (ડમી)ને લાકડા સાથે બાંધીને શેકવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને લઇને દાવા કરી રહ્યા છે કે બાંગ્લાદેશમાં હિંદુઓનો નરસંહાર થઈ રહ્યો છે.
BOOM એ તપાસ કરી અને આ વાયરલ દાવો ખોટો ગણાવ્યો છે. વીડિયોમાં ચીનના ઝુહાઈમાં ચિમલોંગ ઓશિયન કિંગડમ થીમ પાર્કમાં આયોજિત હેલોવીન પાર્ટી દરમિયાન બે મેનિકન સળગાવવામાં આવે છે.
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને ઉથલાવી દીધા બાદ સાંપ્રદાયિક તણાવ જોવા મળી રહ્યો છે. 25 નવેમ્બર 2024ના રોજ હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને વધુ તણાવ પેદા કરી દીધો હતો. ભારતમાં જમણેરી જૂથો બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર ગુજારવાનો આરોપ લગાવી રહ્યા છે.
સાત સેકન્ડના આ વાયરલ વીડિયોમાં બે મેનિકનને આગ પર લાકડા સાથે બાંધીને લટકાવવામાં આવ્યા છે.
એક્સ પર વિડિયો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું કે, 'તમામ હિન્દુઓએ અને ભારતની તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારો આંખો ખોલીને જોવે. બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈ-બહેનો પર અત્યાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. જો શક્ય હોય તો આને વધુમાં વધુ લોકોને મોકલો જેથી કરીને જ્ઞાતિઓમાં વહેંચાયેલા હિંદુઓ અને ચૂંટણીમાં ફસાયેલી સરકારો ઉંઘમાંથી બહાર આવી જાય.
ફેક્ટ ચેક
ચીનના એક થીમ પાર્કનો વીડિયો
બૂમને જાણવા મળ્યું કે વાયરલ વીડિયો ચીનના એક થીમ પાર્કમાં આયોજિત હેલોવીન પાર્ટીનો છે, જેમાં મેનિકનને સળગતા બતાવવામાં આવ્યા છે.
વાયરલ વીડિયોની તપાસ કરવા માટે અમે ગૂગલ લેન્સથી વીડિયોની કેટલીક ફ્રેમ્સ સર્ચ કરી અને જાણવા મળ્યું કે આ વીડિયો જૂનો છે અને બાંગ્લાદેશ સાથે સંબંધિત નથી.
હૈતી અને નાઇજીરીયામાં નરભક્ષકના ખોટા દાવા સાથેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે
BOOM ને જાણવા મળ્યું કે આ વીડિયો નવેમ્બર 2024માં પણ એક્સ પર વાયરલ થઇ રહ્યો હતો. ત્યારથી હૈતીમાં નરભક્ષણના ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો. એક્સ પરની આ પોસ્ટના રિપ્લાયમાં લોકોએ આ દાવાઓને ખોટો ગણાવ્યો હતો. આ સાથે જ મલેશિયાની એક ચાઇનીઝ ભાષાના ન્યૂઝ આઉટલેટ Sin Chew Dailyની ફેક્ટ-ચેક રિપોર્ટ શેર કરવામાં આવ્યો હતો.
જાન્યુઆરી 2020ના એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે વાયરલ વીડિયો 2018માં ચીનના જુહાઈ સ્થિત ચિમલોંગ ઓશિયન કિંગડમ થીમ પાર્કમાં આયોજિત હેલોવીન પાર્ટીનો છે. આ લેખમાં વાયરલ વીડિયોની કીફ્રેમ પણ જોઈ શકાય છે. આ જ વિડિયો નાઈજીરિયામાં એક રેસ્ટોરન્ટમાં નરભક્ષણની ઘટનાના ખોટા દાવા સાથે પણ શેર કરવામાં આવ્યો હતો.
ચીનના ચિમલોંગ ઓશિયન કિંગડમ થીમ પાર્કમાં હેલોવીન પાર્ટીનો વીડિયો
ચિમલોંગ ઓશિયન કિંગડમ થીમ પાર્ક ચીનના ઝુહાઈમાં છે. આ લોકેશનના સંકેતથી લઇને સર્ચ કરવા પર અમને ઇન્સ્ટાગ્રામ પર 31 ઓક્ટોબર 2018નો શેર કરવામાં આવેલો આવો જ એક વીડિયો મળ્યો છે. આમાં વાયરલ વીડિયો જેવું સેટઅપ પણ જોઈ શકાય છે. વીડિયોમાં એક વ્યક્તિ લાકડીથી એક મેનિકનને ફેરવતો જોવા મળે છે.
થીમ પાર્કના અન્ય વીડિયો અને ફોટા ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @galaxychimelong પર પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં લોકેશનને "Chimelong Ocean Kingdom" તરીકે પણ ટેગ કરવામાં આવ્યું છે.
View this post on Instagram
ફેસબુક પેજ Sillynanomag પર 17 ઓક્ટોબર 2018ના એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આમાં પ્રવાસીઓ લાકડી વડે મેનિકનને ફેરવતા જોઈ શકાય છે. તેના પરથી જાણવા મળે છે કે આ થીમ પાર્કમાં હેલોવીન પાર્ટી માટે બનાવવામા આવેલો એક સેટઅપ છે. આ વીડિયોમાં 42 સેકન્ડના ટાઈમસ્ટેમ્પ પરથી જોઈ શકાય છે.
ઉપરાંત ‘Halloween party at Chimelong Ocean Kingdom’ કીવર્ડ્સ સાથે સર્ચ કરીને અમને યુટ્યુબ પર ઓક્ટોબર 2018નો એક વ્લોગ પણ મળ્યો, જેમાં આ થીમ પાર્કના દ્રશ્યો છે, જે વાયરલ વિડિયો સાથે મેળ ખાય છે.
(Disclaimer: આ સમાચારનું ફેક્ટ ચેક BOOM એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)