Vikram Kirloskar Death: ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું નિધન
Vikram Kirloskar Death: વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી કિર્લોસ્કર છે.
Vikram Kirloskar Death: ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું નિધન થયું છે. તેઓ 64 વર્ષના હતા. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું.
આજે થશે અંતિમ સંસ્કાર
આજે (બુધવાર) બપોરે 1 વાગ્યે બેંગલુરુના હેબ્બલ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી કિર્લોસ્કર છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતીમાં કહેવામાં આવ્યું છે કે વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું અકાળે અવસાન થયું છે. આ માહિતી આપતા અમને ખૂબ જ દુઃખ થાય છે. દુઃખની આ ઘડીમાં અમે દરેકને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ
બાયોકોનના કિરણ મઝુમદારે વ્યક્ત કર્યુ દુઃખ
બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તે વિક્રમના આઘાતજનક અવસાનથી આઘાતમાં છે. તે આવા પ્રિય અને સાચા મિત્ર હતા જેને હું ખૂબ જ યાદ કરીશ. હું તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
વિક્રમ કિર્લોસ્કર તાજેતરમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણ કહ્યું હતું કે ભારતીય ઓટો ઉદ્યોગને વિશ્વ સ્તર પર વધારે પ્રતિસ્પર્ધી બનાવા અને અર્થતંત્રને લાભ પહોંચાડવાની સાથે વધુ રોજગારી આપવા 10 વર્ષમાં ઓટોમોબાઇલ પર ટેક્સ અડધો કરવાના રોડમેપ પર વિચાર કરવો પડશે.
આ રીતે કંપનીમાં થયા હતા સામેલ
રિપોર્ટ્સ મુજબ 1888માં લક્ષ્મણરાવ કિર્લોસ્કર દ્વારા સ્થાપિત ગ્રુપની ચોથી પેઢીના સભ્ય વિક્રમ કિર્લોસ્કર કોલેજ બાદ પુણેમાં કિર્લોસ્કર કમિંસમાં પ્રોડક્શન એન્જિનિયરિંગમાં ટ્રેઇની તરીકે સામેલ થયા હતા.
વિદેશમાં સ્નાતકનો અભ્યાસ
વિક્રમ કિર્લોસ્કરે મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે 1997માં જાપાનની ટોયોટા મોટર કોર્પને ભારતમાં લાવવા મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી.
આજે ભરણા માટે ખુલશે આ આઈપીઓ
આજથી રોકાણકારોને શેરબજારમાં કમાણી કરવાની વધુ એક તક મળવા જઈ રહી છે. યુનિપાર્ટ્સ ઇન્ડિયા, એન્જિનિયરિંગ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની, તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સાથે આવી રહી છે. Uniparts Indiaનો IPO આજથી રિટેલ છૂટક રોકાણકારો માટે ખુલશે. યુનિપાર્ટ્સ ઇન્ડિયાના શેર આજે ગ્રે માર્કેટમાં રૂ. 80 (GMP)ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. કંપનીના શેર સોમવાર, 12 ડિસેમ્બર, 2022 ના રોજ સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર લિસ્ટ થવાની અપેક્ષા છે. આઈપીઓ આજથી ભરણાં માટે ખુલશે અને 2 ડિસેમ્બરે સુધી તેમાં બોલી લગાવી શકાશે.