Vishwakarma Yojana: કરોડો કામદારો માટે મોદી સરકાર શરૂ કરશે યોજના, દર મહિને મળશે 15 હજાર રૂપિયાની આર્થિક મદદ
Vishwakarma Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજધાનીમાં દ્વારકાના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ખાતે આ યોજનાની શરૂઆત કરશે.
Vishwakarma Scheme: કેન્દ્ર સરકાર કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજધાનીમાં દ્વારકાના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ખાતે આ યોજનાની શરૂઆત કરશે.
યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરે કોલેટરલ ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ-વાઉચર અથવા eRUPI દ્વારા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મળશે. આ સિવાય કારીગરોને દર મહિને વધુમાં વધુ 100 ટ્રાજેક્શન માટે પ્રતિ ટ્રાજેક્શન પર 1 રૂપિયાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે.
વિશ્વકર્મા યોજના શું છે?
આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખની લોન આપે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે. આ યોજના હેઠળ 18 પ્રકારના શ્રમિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આનાથી કોને ફાયદો થશે?
કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ લુહાર, કુંભાર, સુથાર, ધોબી, ફૂલ કામદારો, માછલીની જાળી વણનાર, તાળા-ચાવી બનાવનારા, શિલ્પકારો વગેરેને લાભ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય કેટલાક ક્ષેત્રોના કામદારોને પણ આ લાભ આપવામાં આવશે.
કેવી રીતે મળશે આર્થિક મદદ?
પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આના પર વ્યાજ દર મહત્તમ 5 ટકા રહેશે. તે પછી બીજા તબક્કામાં પાત્ર કામદારોને દરેકને 2 લાખ રૂપિયાની રાહત લોન આપવામાં આવશે. આ ઉપરાંત આ કારીગરોને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ પણ આપવામાં આવશે. આધુનિક સાધનો ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવશે.
લાભ મેળવવાની શરત
કારીગરો માટે સરકારે આ યોજના હેઠળ પાંચ વર્ષ (FY24-28) ના સમયગાળા માટે 13,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ યોજના હેઠળ લઘુત્તમ વય 18 વર્ષ રાખવામાં આવી છે. પરિવારના એક જ સભ્યને આ યોજનાનો લાભ મળશે. અરજી કરનારાઓએ સ્વ-ઘોષણા ફોર્મ પણ આપવાનું રહેશે.