Zomato: એક મહિનામાં કેટલાની કમાણી કરે છે Zomatoના ડિલીવરી પાર્ટનર્સ, કંપનીના CEOએ કર્યો ખુલાસો
2024માં ડિલિવરી પાર્ટનર્સની સરેરાશ માસિક આવકમાં 2.3 ટકાનો વધારો જોવા મળ્યો છે

Zomato: ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના સીઈઓ દીપિન્દર ગોયલે તાજેતરમાં તેમના ડિલિવરી પાર્ટનર્સની કમાણી જાહેર કરી હતી. CNBC-TV18 ના એક રિપોર્ટ અનુસાર, 2024માં Zomato ના 1.5 મિલિયન ડિલિવરી પાર્ટનર્સ લગભગ 5000 રૂપિયા ફ્યૂઅલ કોસ્ટને બાદ કરતા દર મહિને સરેરાશ 28,000 રૂપિયા કમાણી કરી રહ્યા છે. દીપિંદરે તેને વૈકલ્પિક આવકની તકોની તુલનામાં આકર્ષક ગણાવ્યું હતું
તમારે અઠવાડિયામાં આટલા દિવસ કામ કરવું પડે છે
2024માં ડિલિવરી પાર્ટનર્સની સરેરાશ માસિક આવકમાં 2.3 ટકાનો વધારો જોવા મળ્યો છે જે 2023માં 27,109 રૂપિયા હતી. દીપિંદરે કહ્યું હતું કે "આટલા પૈસા તે ડિલિવરી પાર્ટનર્સે કરી હતી જેઓ મહિનાના 26 દિવસ ઓછામાં ઓછા આઠ કલાક કામ કર્યું હતું. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં ડિલિવરી પાર્ટનર્સના કામના કલાકો અને દિવસો ઘટ્યા છે. દીપિંદરે વધુમાં ઉમેર્યું હતું કે ઝોમેટોના ડિલિવરી પાર્ટનર્સ દિવસના કોઈપણ સમયે અથવા અઠવાડિયાના કોઈપણ દિવસે લોગ ઇન કરી શકે છે. તેમને દરરોજ કામ કરવાની પણ જરૂર નથી.
ડિલિવરી પાર્ટનર્સ માટે વીમા પૉલિસી પણ
CNBC-TV18 સાથે વાત કરતા કેટલાક ડિલિવરી પાર્ટનર્સે જણાવ્યું હતું કે બધા ખર્ચાઓ બાદ કર્યા પછી તેમને સારી આવક મેળવવા માટે દિવસમાં 6-8 કલાક કામ કરવાની જરૂર છે. આ ફૂલ ટાઇમ જોબ છે પરંતુ તેમાં કોઈ સામાજિક સુરક્ષા લાભ નથી. રિપોર્ટ અનુસાર, દીપિન્દરે કહ્યું, "ઘણા ડિલિવરી પાર્ટનર્સ સેકન્ડરી સોર્સ ઓફ ઇન્કમ માટે ઝોમેટોમાં પાર્ટ ટાઇમ કામ કરે છે. કેટલાક અમારી સાથે સીઝનલી કામ કરે છે, જ્યારે બાકીના દિવસોમાં અન્ય જગ્યાએ કામ કરે છે. દીપિન્દરે એમ પણ ઉમેર્યું, "કંપની બધા ડિલિવરી પાર્ટનર્સ માટે વીમા પૉલિસી પૂરી પાડે છે, જેમાં અકસ્માત, મૃત્યુ, હેલ્થ કવરેજનો સમાવેશ થાય છે. છેલ્લા ચાર વર્ષમાં પ્રક્રિયા કરાયેલા દાવાઓની સંખ્યા બમણાથી વધુ વધીને દર વર્ષે 53 કરોડ થઈ ગઈ છે.
ભારત માટે ખુશખબરી, CII ના સર્વેમાં રોજગાર અને સેલેરી પર થયો મોટો ખુલાસો





















