શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ Zomato કર્મચારીઓ માટે માઠા સમાચાર, 13% કર્મચારીઓની થશે છટણી
જે કર્મચારીઓની છટણી થવાની છે તેમને આગામી બે-ત્રણ દિવસમાં 24 કલાકની અંદર કંપનીની નેતૃત્વ ટીમથી ઝૂમ કોલ પર નિમંત્રણ મળશે.
નવી દિલ્હીઃ ફૂડની ઓનલાઈન સર્વિસ આપતી કંપની Zomatoના કર્મચારીઓ માઠા સમાચાર છે. કંપનીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે આશરે 13 ટકા કર્મચારીઓની છટણી કરશે. કંપનીમાં આશરે 4000 કર્મચારી કામ કરે છે.
Zomatoના સંસ્થાક અને સીઆઈઓ દીપિંદર ગોયલે કહ્યું કે, કંપનીના કારોબારમાં અનેક બાબતોમાં છેલ્લા થોડા મહિનામાં બદલાવ આવ્યો છે. જેમાંથી કેટલાક બદલાવ કાયમી થનારા છે. આ સ્થિતિમાં અમને અમારા કર્મચારીઓ માટે પૂરતું કામ મળવાની આશા નથી. અમે આશરે 13 ટકા કર્મચારીઓને અમારી સાથે રાખવા સક્ષમ નહીં હોઈશું.
તેમણે કહ્યું, જે કર્મચારીઓની છટણી થવાની છે તેમને આગામી બે-ત્રણ દિવસમાં 24 કલાકની અંદર કંપનીની નેતૃત્વ ટીમથી ઝૂમ કોલ પર નિમંત્રણ મળશે. આ ઉપરાંત જે કર્મચારીઓની હાલ નીકાળવાના નથી પરંતુ તેમના વેતનમાં 50 ટકા કાપ મૂકવામાં આવશે. કંપની જૂન મહિનાથી તમામ કર્મચારીના પગારમાં 50 ટકા સુધી ઘટાડો કરવા જઈ રહી છે.We have advised 13% of our workforce to start looking for jobs outside of Zomato, while we support them financially and emotionally for the next 6 months. [2/3]
— Deepinder Goyal (@deepigoyal) May 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement