Facebook ડાઉન થતાં જ ઝકરબર્ગને 7 અબજ ડોલરનું નુકસાન, અબજોપતીની યાદીમાં પણ નીચે ઉતર્યા
ભારતીય સમય મુજબ સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ દરેક વ્યક્તિએ જોયું કે વિશ્વભરમાં ફેસબુકની તમામ સેવાઓ બંધ થઈ ગઈ હતી.
ફેસબુકના ડાઉન થવાને કારણે (Facebook face mega outage), તેના સહ-સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) ને પણ વ્યક્તિગત રીતે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. તેની નેટવર્થમાં થોડા કલાકોમાં $ 7 બિલિયન (લગભગ 52 હજાર કરોડ રૂપિયા) નો ઘટાડો થયો અને તે અબજોપતિઓની યાદીમાં એક સ્થાન નીચે આવી ગયા છે.
નોંધનીય છે કે ભારતીય સમય મુજબ સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ દરેક વ્યક્તિએ જોયું કે વિશ્વભરમાં ફેસબુકની તમામ સેવાઓ બંધ થઈ ગઈ હતી. ફેસબુકની સેવાઓ ઉપરાંત, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, વેરિઝન, એટ એન્ડ ટી અને ટી મોબાઇલ જેવી અમેરિકન ટેલિકોમ કંપનીઓની સેવા પણ કલાકો સુધી અટકી હતી.
5 ટકા તૂટ્યો શેર
ફેસબુકની સેવા ડાઉન થતાં જ ફેસબુકનો શેર યુએસ શેરબજારોમાં ઉંધા માથે પટકાયો હતો. એક જ દિવસમાં શેર 5 ટકા તૂટ્યો હતો. સપ્ટેમ્બરના મધ્યથી શેરમાં 15 ટકાનો ઘટાડો થયો છે.
યાદીમાં 5માં સ્થાને
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, ઝુકરબર્ગની નેટવર્થ ઘટીને 120.9 અબજ ડોલર થઈ ગઈ અને તે બિલ ગેટ્સની નીચે 5 માં સ્થાને પહોંચી ગયા. અગાઉ તે આ યાદીમાં ચોથા સ્થાને હતા. આ વર્ષે 13 સપ્ટેમ્બરથી તેની નેટવર્થ 19 અબજ ડોલર ઘટી છે.
Apologies to everyone who hasn’t been able to use WhatsApp today. We’re starting to slowly and carefully get WhatsApp working again.
— WhatsApp (@WhatsApp) October 4, 2021
Thank you so much for your patience. We will continue to keep you updated when we have more information to share.
નોંધનીય છે કે સોમવારે રાત્રે કેટલાક કલાકો સુધી સેવાઓ ખોરવાઈ હતી અને સવારે ભારતીય સમય પ્રમાણે થોડો સુધારો થયો હતો. સવારે 4 વાગ્યાની આસપાસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની સેવાઓ, જે કેટલાક કલાકો સુધી વિક્ષેપિત રહી હતી, ફરી શરૂ થઈ. ઇન્સ્ટાગ્રામ એપ ફરી કામ કરવા લાગી છે. અગાઉ, જ્યાં કોઈ નવો કન્ટેન્ટ શો થતો ન હતો, હવે એપ ફરી કામ કરી રહી છે.