Lok Sabha 2024 Live Update: ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ગાંધીજી વિશે એવું તો શું બોલ્યા કે, કૉંગ્રેસ નેતાઓએ પણ હાથ કર્યાં અદ્ધર
લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારની વચ્ચે નેતાઓનો વાણી વિલાસ પણ સામે આવી રહ્યો છે. ગાંધીજી વિશે ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી વિવાદ સર્જાયો છે.
LIVE
Background
Lok Sabha 2024 Live Update: લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં પ્રચંડ પ્રસાર કાર્ય ચાલી રહ્યું છે. જો આ બધાની સાથે નેતાઓની બેલગામ નિવેદનબાજી પણ સામે આવી રહી છે. જેના કારણે વિવાદ અને વિરોધ સર્જાઇ રહયાં છે. હવે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ગાંધીજીની સાથે રાહુલ ગાંધીની સરખામણી કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે.
જો કે ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી કૉંગ્રેસના નેતાઓએ કિનારો કર્યો છે. બિમલ શાહે કહ્યું છે કે, “ગાંધીજી અને રાહુલ ગાંધીની સરખામણી ન થઇ શકે. શબ્દો પકડવા કરતા મર્મ પકડવો વધુ જરૂરી,રાહુલ ગાંધી તો ફક્ત બાપુના આદર્શોને લઈ આગળ વધી રહ્યા છે.”
ઇન્દ્રનીની રાજ્યગુરૂએ શું આપ્યું હતું નિવેદન
રાજકોટ ખાતે હેદર ચોકમાં કોંગ્રેસનાં ઉમેદવર પરેશ ધાનાણીની પ્રચાર સભા યોજાઇ હકી આ અવસરે કોંગ્રેસનાં નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ વિવાદ કરતું નિવેદન આપ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ગાંધીજીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા છે. તેમણે કહ્તેયું હતું કે, "દેશમાં બીજા કોઈ ગાંધી મળશે તો એ રાહુલ ગાંધી હશે. રાહુલ ગાંધી સાચા અને નિખાલસ માણસ છે."
Lok Sabha Election 2024: રાજકોટમાં શક્તિસિંહે ઉઠાવ્યો રૂપાલાનો મુદ્દો
જકોટમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રૂપાલા પર આકરા પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે રૂપાલાએ રાજવીઓના કરેલા અપમાન પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે રૂપાલા જ્ઞાતિઓ વિરૂદ્ધ બફાટ કરવા ટેવાયેલા છે. રૂપાલાએ ઈતિહાસથી વિપરિત નિવેદન આપ્યા છે.શક્તિસિંહ ગોહિલે ભાજપને અહંકારી પાર્ટી ગણાવી હતી. અહંકારની સામે અસ્મિતાની લડાઈનો શક્તિસિંહે દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ધાનાણી અસ્મિતાને જાળવવા ચૂંટણી લડી રહ્યા છે. પક્ષની વિનંતી પર ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. ધાનાણી ક્ષત્રિય માતા-બહેનોના આશીર્વાદ લેવા આવ્યા છે. કેશુભાઈ પટેલનું પણ રૂપાલાએ અપમાન કર્યું હતું
Lok Sabha Election 2024: રાયબરેલીથી રાહુલ ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર
લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને અશોક ગેહલોત હાજર રહ્યા હતા. શુક્રવારે સવારે જ કોંગ્રેસ પાર્ટીએ અમેઠી અને રાયબરેલી સીટ પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્યો સાથે રાયબરેલીના ફુરસતગંજ એરપોર્ટ પહોંચ્યા હતા.
Lok sabha Election 2024 LIVE : ભાજપે મને ફરીથી આવકાર્યો છેઃઅશોક ડાંગર
પ્રદેશ કૉંગ્રેસ મહામંત્રી અશોક ડાંગર ભાજપમાં જોડાયા છે. રૂપાલાની હાજરીમાં રાજકોટમાં ડાંગરને વેલકમ કરતી પાર્ટી કરાઇ હતી.. ભરત બોઘરાએ અશોક ડાંગરને ખેસ પહેરાવ્યો હતો અને રૂપાલાએ ડાંગરને ગળે લગાવ્યા હતા. ડાંગરની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. રવિભાઈ ડાંગર, ભરતભાઈ મકવાણા ભાજપ જોડાયા છે.,ભીખુભાઈ ગજેરા અને સાગરભાઈ ભાજપમાં જોડાયા છે. 200થી વધુ કૉંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.
Lok sabha Election 2024 LIVE : ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી ગરમાઈ રાજનીતિ
ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી રાજનીતિ ગરમાઈ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યાં છે. “કૉંગ્રેસે સરદાર પટેલને કોઈ દિવસ નથી કર્યા યાદ,કૉંગ્રેસે ક્યારેય બાબા સાહેબ આંબેડકરને નથી કર્યા યાદ,”
Lok sabha Election 2024 LIVE : સુરત શહેર કૉંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યો નિલેશ કુંભાણીનો વિરોધ
નિલેશ કુંભાણીનો વિરોધ પણ હજુ થંભ્યો નથી. સુરત શહેર કૉંગ્રેસ કાર્યકર્તાઓએ નિલેશ કુંભાણીનો વિરોધ પ્રદર્શન કર્યું . અલગ અલગ વિસ્તારમાં ફરી કુંભાણીના વિરોધમાં બેનર્સ લગાવાયા છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓએ કુંભાણીના વિરોધમાં બેનરો લગાવ્યાં છે. બેનરોમાં કુંભાણી અને સુરેશ પડસાલાને ઠગ ઓફ સુરત એવા વાક્યો લખવામાં આવ્યાં છે.