શોધખોળ કરો

કોરોના અપડેટ: કોવિડે ફરી માથું ઉચક્યું, છેલ્લા 24 કલાકમાં 3712 કેસ નોંધાયા તો 5 સંક્રમિતોના મોત

દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3 હજાર 712 નવા કેસ નોંધાયા છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3 હજાર 712 નવા કેસ નોંધાયા છે. તો , 2584 કોરોના સંક્રમિત સાજા થયા છે. જોકે 5 કોરોના સંક્રમિતોના મોત થયા છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના 19 હજાર 509 સક્રિય કેસ છે. દેશમાં દૈનિક સકારાત્મક દર 0.84 ટકા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 26 લાખ 20 હજાર 394 લોકો સાજા થયા છે. તો  5 લાખ 24 હજાર 641 સંક્રમિત લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 4 ફેબ્રુઆરી પછી બુધવારે કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 793 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. BMC દ્વારા જારી કરાયેલા બુલેટિન અનુસાર, 2970 એક્ટિવ કેસ છે.

મુંબઈમાં અત્યાર સુધીમાં સંક્રમિતોના  કુલ 10,66,541 કેસ નોંધાયા છે અને 19,566 દર્દીઓના મોત થયા છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. ખરેખર, અહીં કોવિડ પોઝીટીવીટી રેટ 6 ટકા પર પહોંચી ગયો છે. BMCએ આજે ​​આ જાણકારી આપી. કર્મચારીઓને યુદ્ધના ધોરણે કામ કરવાની સૂચના આપવામાં આવી છે જેથી કરીને કોરોના ટેસ્ટિંગ વધારી શકાય. આ ઉપરાંત ટેસ્ટિંગ લેબમાં કામ કરતા લોકોને પણ સંપૂર્ણ ક્ષમતા સાથે સક્રિય રહેવા માટે કહેવામાં આવ્યું છે.

કેકેના નિધનના કારણની શંકાઓ પર પુર્ણવિરામ, પ્રાથમિક પોસ્ટમોર્ટ રિપોર્ટમાં મૃત્યુનું કારણ જાણવા મળ્યું

KK's Death Updates: લોકપ્રિય પ્લેબેક સિંગર કૃષ્ણકુમાર કુન્નાથ KKનું ગઈકાલે મંગળવારે અવસાન થયું છે. કોલકાતામાં એક સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન તબિયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે, ત્યાર બાદ કેકેના ચહેરા અને માથાના ભાગે ઈજાઓ જોવા મળતાં કોલકાતા પોલીસે અગાઉ અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.

કેકેના મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જો કે, આ પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ 72 કલાક પછી જ જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ "સામાન્ય" (કુદરતી) હોવાનું જણાવવામાં આવ્યું છે અને કંઈ અજુગતું થયું હોવાનો ઉલ્લેખ નથી. 

IANSના અહેવાલ મુજબ, વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને રાસાયણિક વિશ્લેષણ 72 કલાક પછી જ ઉપલબ્ધ થશે. કોલકાતા પોલીસને બુધવારની મોડી બપોરે સરકારી એસએસકેએમ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો હતો. આ મેડિકલ કોલેજના ડોક્ટરોએ કેકેનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.

પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, કેકેના મૃત્યુ થવાનું કારણ સંકોચાયેલી ધમનીઓ હોઈ શકે છે. આમ હ્રદયની નળીઓ બંધ થઈ જવાના કારણે કાર્ડિયાક એરેસ્ટથી કેકનું નિધન થયું હોવાનું પ્રાથમિક પોસ્ટમોર્ટમાં જણાવાયું છે. જોકે અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget