Virus : કોરોનાની રસી H3N2 વાયરસ સામે રક્ષણ આપે છે? જાણો એક્સપર્ટે શું આપી માહિતી
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ વિશે, નિષ્ણાતનું કહેવુ છે કે, આ એક સિઝનલ વાયરસ છે, જે દર વર્ષે મ્યુટેટ થાય છે. આ કારણોસર, તેની નવી રસી દર વર્ષે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં આવે છે.
H3N2 virus: H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ વિશે, નિષ્ણાતનું કહેવુ છે કે, આ એક સિઝનલ વાયરસ છે, જે દર વર્ષે મ્યુટેટ થાય છે. આ કારણોસર, તેની નવી રસી દર વર્ષે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં આવે છે. જે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને ફેફસાના રોગથી પીડિત લોકો માટે લેવી વધુ જરૂરી છે.
કોરોના બાદ હવે H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ દેશમાં લોકોને ડરાવી રહ્યો છે. ઘણા રાજ્યોમાં અત્યાર સુધીમાં 3 હજારથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે તેના કારણે બે લોકોના મોત પણ થયા છે. તેના શરદી, ઉધરસ, તાવ, ગળામાં ખરાશના લક્ષણો પણ કોરોના જેવા જ છે. જો કે, લગભગ સમાન લક્ષણોને લીધે, શું કોરોના રસી આ વાયરસ સામે રક્ષણ આપી શકે છે? એવો પ્રશ્ન પણ લોકોના મનમાં ઉઠી રહ્યો છે. શું આ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ એવા લોકો પર વધુ અસર નહીં કરે કે જેમને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ મળ્યો છે? દેશના જાણીતા નિષ્ણાતો અહીં આનો જવાબ આપ્યાં છે
ઈન્ફલ્યુએન્ઝા વાયરસ (H3n2 Flu Virus) ના લક્ષણો કંઈક અંશે કોરોના જેવા જ છે. આમાં પણ શરદી, ઉધરસ, શરદી, તાવની ફરિયાદ રહે છે, તેથી લોકો એવું પણ વિચારે છે કે તે કોરોના જેવું જ હશે, પરંતુ આ એક સિઝનલ બીમારી છે અને લગભગ દર વર્ષે હવામાન બદલાય ત્યારે તેનો ચેપ ફેલાય છે. આ નવું નથી અને હંમેશા થતું રહ્યું છે. નોંધનીય છે કે કોરોનાની રસીનો આ વાયરસ સાથે કોઈ સંબંધ નથી.
આ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ પર કોઈ પણ કોરોના રસી કામ કરતી નથી. જો લોકોને લાગે છે કે તેમણે કોરોના વેક્સીનના બંને ડોઝ અને બૂસ્ટર ડોઝ લીધા છે, તો આ વાયરસ તેમના પર અસર કરશે નહીં, તો આવું વિચારવું ખોટું છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ માટેની રસી અલગ છે અને તે ભારતમાં પણ ઉપલબ્ધ છે. સિઝનલ ઈન્ફલ્યુએન્ઝા રસી સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટ મહિનામાં આપવામાં આવે છે.
જે લોકો હાઇરિસ્કમાં આવે છે તેને h3n2ની રસી લેવી જોઇએ. તેઓ વૃદ્ધ અને કોમોર્બિડ છે, તેઓએ આ રસી લેવી જોઈએ. આ એક સિઝનલ રસી છે. દર વર્ષે આ વાઇરસમાં પણ મ્યુટેશન થાય છે અને નવું વેરિઅન્ટ આવે છે, એટલે દર વર્ષે ઈન્ફલ્યુએન્ઝાની નવી રસી આવે છે. આ રસી સરકારી દવાખાનામાં પણ ઉપલબ્ધ નથી રહેતી તેથી લોકોએ ખાનગી હોસ્પિટલમાં જઈને કરાવવી પડે છે. અત્યારે ગયા વર્ષની રસી ઉપલબ્ધ છે, જ્યારે નવી રસી જુલાઈ પછી ઉપલબ્ધ આવશે.