શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના કહેર વચ્ચે મુંબઈથી આવ્યા મોટી રાહતના સમાચાર, આ દવાથી સાજા થવા માંડ્યા કોરોનાના દર્દીઓ
મુંબઈમાં ટોસિલિજુમૈબ નામના ઇંજેક્શન ગંભીર દર્દીઓને અપાઈ રહ્યા છે. આ ઇંજેક્શન આપ્યા પછી તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે.
મુંબઈઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે મુંબઈથી લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. મુંબઈની બે સરકારી હોસ્પિટલોએ કોરોના સામે લડવાની આશા જગાવી છે. આ હોસ્પિટલમાં એક દવાનો પ્રયોગ ખૂબ અસરકારક નીવડ્યો છે. તેમજ આ દવાને કારણે ગંભીર દર્દીઓની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. 'ટોસિલિજુમૈબ' નામના ઈંજેક્શનથી 30 ગંભીર દર્દીઓની હાલતમાં સુધારો આવ્યો છે.
પ્લાઝ્મા થેરાપીના પ્રયાસો પછી બીએમસીએ મુંબઈની અનેક હોસ્પિટલોમાં કોવિદ-19ના ગંભીર દર્દીઓના ઉપચાર માટે એક નવી દવાનો પ્રયોગ શરૂ કર્યો છે. બીએમસીએ જાહેરાત કરી છે કે, 'ટોસિલિજુમૈબ' નામના ઇંજેક્શન ગંભીર દર્દીઓને અપાઈ રહ્યા છે. આ ઇંજેક્શન આપ્યા પછી તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે.
બીએમસીએ જણાવ્યું છે કે, મુંબઈમાં બીએમસી મેડિકલ કોલેજ, સાયન હોસ્પિટલ, નાયર હોસ્પિટલ, કેઇએમ અને સેવન હિલ્સ હોસ્પિટલમાં 'ટોસિલિજુમૈબ' ઇંજેક્શન દર્દીઓને અપાઈ રહ્યા છે. અત્યાર સુધી 40 દર્દીઓ પર આનો પ્રયોગ કરાયો છે. આ તમામ લોકોની હાલત ગંભીર હતી અને તેમાંથી 30થી વધુ દર્દીઓની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. કેટલાક દર્દીઓની સારવાર પહેલા થઈ ચૂકી છે અને તેઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે. આ દવાને કારણે દર્દીઓની તબિયતમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે.
'ટોસિલિજુમૈબ' નામની આ દવા હાલ ચર્ચાનો વિષય બની છે. દુનિયાભરાં અનેક હોસ્પિટલો અને મેડિકલ એસપર્ટસે આ દવા રેકેમન્ડ કરી છે. આ પછી બીએમસીએ તેનો ઉપયોગ શરૂ કર્યો અને તેનાથી ઘણો ફાયદો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion