શોધખોળ કરો

Delhi cm Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટથી કેજરીવાલને ઝટકો, જામીન લંબાવવાની અરજી પર આપ્યો આ જવાબ

Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે 1 જૂન સુધી શરતી વચગાળાના જામીન આપ્યા છે. કેજરીવાલે SCને વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટે અરજી કરી હતી

Delhi Liquor Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. જસ્ટિસ એ.એસ ઓકની આગેવાની હેઠળની બેન્ચે કેજરીવાલના સ્વાસ્થ્યની તપાસ માટે વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આટલું જ નહીં, ખંડપીઠે અરજી મોડી ફાઇલ કરવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

જસ્ટિસ એએસ ઓકની બેન્ચે કહ્યું કે, મુખ્ય મામલામાં આદેશ 17 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. તે બેંચના સભ્ય જજ ગયા અઠવાડિયે વેકેશન બેન્ચમાં હતા. ત્યારે તમે આ માંગણી કેમ ન કરી? વેકેશન બેન્ચે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીને  કહ્યું કે,ચીફ જસ્ટિસને સુનાવણી માટે વિનંતી કરવાનું કહેવા અનુરોધ કર્યો હતો

કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન પર છે.

હકીકતમાં, દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપમાં 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલે પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 10 મેથી 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તેણે 2 જૂને સરન્ડર કરવું પડશે.

કેજરીવાલે પોતાની અરજીમાં શું કહ્યું?

કેજરીવાલે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે ધરપકડ બાદ તેમનું  7 કિલો વજન ઘટી ગયું છે. આટલું જ નહીં તેનું કીટોન લેવલ પણ વધી ગયું છે. આવી સ્થિતિમાં, આ લક્ષણો ગંભીર હોઈ શકે છે. મેક્સના ડોક્ટરોએ તેની તપાસ કરી છે. હવે PET-CT સ્કેન અને ઘણા ટેસ્ટ કરાવવાની જરૂર છે. આવી સ્થિતિમાં સીએમ કેજરીવાલે આ તપાસ કરવા માટે 7 દિવસનો સમય માંગ્યો છે.                         

17 મેના રોજ, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ સમય દરમિયાન, કોર્ટે તેમને નિયમિત જામીન માટે નીચલી કોર્ટમાં જવાની મંજૂરી આપી હતી, તપાસ એજન્સીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરી છે. તે અત્યારે જેલમાં છે. આ કેસમાં AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Embed widget