Cyclone Michaung: 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં ટકારાશે મિચૌંગ વાવાઝોડુ, જાણો ગુજરાત પર શું થશે અસર
IMD અનુસાર, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર બનવાને કારણે ત્યાં ચક્રવાત મિચોંગનું નિર્માણ થયું છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ છે.

Cyclone Michaung: ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર વિસ્તાર બાદ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, ચક્રવાત મિચોંગ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદ પડશે.
ચક્રવાતને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (NCMC) એ શુક્રવારે (1 ડિસેમ્બર, 2023) રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો અને તેમના સંબંધિત વિભાગો વચ્ચે વધુ સારા સંકલન માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી.આ દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા અપીલ કરવામાં આવી છે. જ્યારે પર્યાપ્ત સંખ્યામાં આશ્રયસ્થાનો, વીજ પુરવઠો, દવાઓ અને ઇમરજન્સી સેવાઓ તૈયાર રાખવામાં આવી રહી છે. હવે વાત કરીએ ગુજરાતની તો આ વાવાઝોડાની ગુજરાત નહિવત અસર થશે. વાવાઝોડું 5 તારીખે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ્સ થશે. જેની અસરથી ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમા છૂટછવાયો હળવો વરસાદ થઇ શકે છે.
મિચોંગ ક્યાંથી જશે?
ચક્રવાત પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનીને 3 ડિસેમ્બરની આસપાસ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. આગળ, તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 4 ડિસેમ્બરે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુ કિનારે પહોંચશે. આ પછી, તે 5 ડિસેમ્બરના રોજ નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. આ સમયે પવનની ગતિ 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે.
NDRFની શું તૈયારીઓ છે?
NDRF એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરી માટે 18 બચાવ ટીમોની રચના કરી છે અને 10 વધારાની ટીમો તૈયાર રાખી છે. કોસ્ટ ગાર્ડ, આર્મી અને નેવીની રાહત અને બચાવ ટીમોને જહાજો અને વિમાન સાથે તૈયાર રાખવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ અને તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરીની સરકારોની તૈયારીઓની સમીક્ષા કરતા, કેબિનેટ સચિવે કહ્યું કે રાજ્ય સરકારોના અધિકારીઓ દ્વારા તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઇ છે.કેબિનેટ સચિવે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરીની સરકારોને ખાતરી આપી હતી કે તમામ કેન્દ્રીય એજન્સીઓ તૈયાર છે અને તેમને મદદ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
