Cyclone Biparjoy:વાવાઝોડુ 15 જૂને ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે, પોરબંદર પર લગાવાયું ચાર નંબરનું ભયસૂચક સિગ્નલ
ચક્રવાતી વાવાઝોડું 'બિપરજોય' તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. અને તે પોરબંદરથી લગભગ 480 કિમી, દ્વારકાથી 530 કિમી અને નલિયાથી 610 કિમી દૂર છે
Cyclone Biparjoy:ચક્રવાતી વાવાઝોડું 'બિપરજોય' તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 'બિપરજોય' આજે સવારે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડા (ESCS) માં તીવ્ર બન્યું છે અને તે પોરબંદરથી લગભગ 480 કિમી, દ્વારકાથી 530 કિમી અને નલિયાથી 610 કિમી દૂર છે
નવલખી બાદ અન્ય બંદરો પર ભયસૂચક સિગ્નલો બદલાયા છે.પોરબંદર પર 2ની જગ્યે હવે ચ4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાઈ તોફાનની આશંકા વધતા ભયસૂચક સિગ્નલ બદલાવામાં આવ્યું છે.
આ વાવાઝોડું 15 જૂને ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું 15 જૂનની બપોરના સુમારે સૌરાષ્ટ્ર-કચ્છ અને આજુબાજુના પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
આજે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
રવિવારની વહેલી સવારે જારી કરાયેલ એડવાઈઝરીમાં, IMDએ જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે છે.
તે સોમવારે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે વધીને 65 કિમી પ્રતિ કલાક અને મંગળવાર અને બુધવારે 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે.
દરિયામાં ઊંચા મોજા ઉછળશે
IMD એ વધુમાં જણાવ્યું હતું કે, ગુરુવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પવનની ઝડપ 55-65 kmph થી 75 kmph સુધી પહોંચવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. હાલ ગુજરાતના તમામ દરિયામાં હાઇ ટાઇડની સ્થિતિ છે ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. બીચ પર પ્રવાસીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવા.યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવાની કામગીર પણ હાથ ઘરાઇ છે.વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાની સ્થિતિની વાત કરીએ તો તે હાલ પોરબંદરથી માત્ર 460 કિલોમીટર, દ્વારકાથી 510 કિલોમીટર અને નલિયાથી 600 કિલોમીટર દૂર છે. 15 જૂન કચ્છમાં લેન્ડ ફોલ્સ થાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.
માછીમારો એલર્ટ
IMD એ આ વિસ્તારમાં 15 જૂન સુધી માછીમારીની કામગીરીને સંપૂર્ણ સ્થગિત કરવાની સલાહ આપી છે અને માછીમારોને 12-15 જૂન દરમિયાન મધ્ય અરબી સમુદ્ર, ઉત્તર અરબી સમુદ્રમાં અને 15 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે અને તેની આસપાસ ન જવા સૂચન કર્યું છે.