Mann Ki Baat: તહેવાર માટે ખરીદી કરવા જાવ ત્યારે આ એક કામ અચૂક કરજો: PM મોદી
આ સાથે પીએમ મોદી ગાંધી જયંતિના અવસર પર ખાદીના વેચાણ અંગે વાત કરી. પીએમએ કહ્યું કે હવે લોકોમાં ખાદીને લઈને ક્રેઝ ઉભો થયો છે અને તેની અસર દિલ્હીમાં દેખાઈ રહી છે, જ્યાં ખાદીનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે

Mann Ki Baat:દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથે મન કી બાત દ્રારા પોતાના વિચારો દેશવાસી સમક્ષ રજૂ કર્યાં. પીએમના મન કી બાત કાર્યક્રમનો આ 106મો એપિસોડ છે અને આ વખતે પીએમે સંબોઘનની શરૂઆત ફેસ્ટિવસ સિઝનની બજાર પર અસરની વાતોથી કરી હતી.
વોકલ ફોર લોકલની આદત પાડો
પીએમ મોદીએ કહ્યું કે આ વખતે તહેવારો દરમિયાન ખરીદી કરતી વખતે વોકલ ફોર લોકલ અભિયાનને ધ્યાનમાં રાખો અને તમે જ્યાં પણ જાઓ ત્યાં સ્થાનિક લોકો પાસેથી જ ખરીદી કરવાની આદત બનાવો.
ખાદીનું વિક્રમી વેચાણ થયું
આ સાથે પીએમ મોદી ગાંધી જયંતિના અવસર પર ખાદીના વેચાણ અંગે વાત કરી. પીએમએ કહ્યું કે હવે લોકોમાં ખાદીને લઈને ક્રેઝ ઉભો થયો છે અને તેની અસર દિલ્હીમાં દેખાઈ રહી છે, જ્યાં ખાદીનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે. પીએમ મોદીએ કહ્યું કે,નોટ પ્લેસના એક ખાદી સ્ટોરમાં લોકોએ એક જ દિવસમાં 1.5 કરોડ રૂપિયાથી વધુનો સામાન ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એકવાર તેના તમામ જૂના વેચાણ રેકોર્ડ તોડી નાખ્યા છે.
પીએમએ વધુમાં કહ્યું કે ખાદીના વેચાણથી માત્ર શહેરોને જ નહીં પરંતુ ગામડાઓને પણ ફાયદો થાય છે. વણકર, હસ્તકલા કારીગરોથી લઈને ખેડૂતોને તેના વેચાણનો લાભ મળે છે.
સરદાર વલ્લભભાઈ પટેલનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે, 31મી ઓક્ટોબર આપણા બધા માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે આપણે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવીએ છીએ. અમે ભારતીયો તેમને ઘણા કારણોસર યાદ કરીએ છીએ અને આદર આપીએ છીએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
