India vs Australia: મેચ જોવા PM મોદીથી માંડીને અમિતાભ બચ્ચન સહિતની આ હસ્તી પહોંચશે અમદાવાદ
19 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અમદાવાદ નરન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે ત્યાર ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને તેમનો ઉત્સાહ વધારવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ સ્ટેડિિયમ પહોંશે અને મેચ નિહાળશે
India vs Australia:ફિલ્મ સ્ટાર્સ પણ વર્લ્ડ કપ ફાઈનલને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ જ કારણ છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફિલ્મ સ્ટાર્સનો મેળો ભરાવા જઈ રહ્યો છે.
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ માટે માત્ર એક દિવસ બાકી છે. 20 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર વર્લ્ડ કપ ફાઇનલમાં ટકરાશે. આ પહેલા આ બંને ટીમો વર્લ્ડ કપ ફાઇનલમાં 2003માં ટકરાઇ હતી. આવી સ્થિતિમાં ભારતના સામાન્ય લોકોથી માંડીને દિગ્ગજ હસ્તીઓ ફાઇનલને લઇને ભારે ઉત્સાહિત છે. ફિલ્મ સ્ટાર્સ પણ વર્લ્ડ કપ ફાઈનલને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ જ કારણ છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફિલ્મ સ્ટાર્સનો મેળાવડો જોવા મળશે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અમિતાભ બચ્ચન અને રજનીકાંત સહિત ઘણા સ્ટાર્સ ભારત - ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચમાં હાજરી આપવાના છે. અંગ્રેજી વેબસાઈટ ડેક્કન હેરાલ્ડના સમાચાર મુજબ આઈસીસી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં દેશ અને દુનિયાની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે. અમિતાભ બચ્ચન, રજનીકાંત, કમલ હાસન, મોહનલાલ, વેંકટેશ, નાગાર્જુન અને રામચરણ આવે તેવી શક્યતા છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારત vs ઓસ્ટ્રેલિયા મેચ જોવા આવશે.
Amitabh Bachchan, Rajinikanth, Kamal Hasan, Mohanlal, Venkatesh, Nagarjuna & Ram Charan will attend the Final of this World cup 2023 at Narendra Modi stadium on Sunday.
— Sports News Cricket (@sports_new92609) November 17, 2023
[ Source - Deccan Herald ] pic.twitter.com/BQVwupkjuh
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે જયપુરથી સીધા જ અમદાવાદ આવશે, લગભગ બપોરે 3 વાગે તેઓ અમદાવાદ પહોંચશે. બાદ એરપોર્ટથી રાજભવન જશે. રાજભવન થી સીધા મેચ જોવા સ્ટેડિયમ પહોંચશે. પ્રધાનમંત્રી મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને 20 તારીખે પાછા જયપુર રવાના થશે.
ક્રિકેટ જગતના સ્ટાર્સની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કપિલ દેવ, વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર, એમએસ ધોની અને યુવરાજ સિંહ જેવા પૂર્વ ક્રિકેટરો પણ જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમ 2003 વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાયા હતા જેમાં ઓસ્ટ્રેલિયન ટીમ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. 2003ના વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 2 વિકેટે 359 રન બનાવ્યા હતા જેમાં રિકી પોન્ટિંગે અણનમ 140 રન અને ડેમિયન માર્ટિને 88 રન બનાવ્યા હતા. જે બાદ ભારતીય ટીમ 234 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સેહવાગે 81 બોલમાં 82 રન બનાવ્યા હતા. રિકી પોન્ટિંગને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપ 2023માં ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ભારતીય ટીમ આ મેચ 6 વિકેટે જીતવામાં સફળ રહી હતી. મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 199 રન બનાવ્યા હતા, જે બાદ ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.