Biparjoy Cyclone: વાવાઝોડાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યોજી સમીક્ષા બેઠક, જાણો શું કર્યો આદેશ
Biporjoy Cyclone: વામાન વિભાગ અનુમાન મુજબ વાવાઝોડું 15 જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાંથી પસાર થવાની વ્યક્ત છે. આ સ્થિતિના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Biporjoy Cyclone: હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું સતત તેમની દિશા બદલી રહ્યું છે. હવે તે કચ્છ સૌરાષ્ટ્રમાંથી પસાર થવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ અનુમાન મુજબ વાવાઝોડું 15 જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાંથી પસાર થવાની વ્યક્ત છે. આ સ્થિતિના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બેઠકમાં કોણ કોણ રહ્યું હાજર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય ના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓ ની સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વીડિયો કોન્ફરન્સથી કલેકટરો સમીક્ષા બેઠક યોજી. તેમણે કલેકટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજજ રહેવા આદેશ કર્યો. આ બેઠકમાં મુખ્ય સચિવ અને રાહત કમિશ્નર પણ જોડાયા હતા.
હવામાન વિભાગે વાવાઝોડું 15 જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાંથી પસાર થવાની વ્યક્ત શક્યતા વ્યક્ત કરી છે. IMDએ જાહેર કરી નવી આગાહી મુજબ વાવાઝોડું પોરબંદરથી માત્ર 460 કિ.મી દુર છે. વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાની સ્થિતિની વાત કરીએ તો તે હાલ પોરબંદરથી માત્ર 460 કિલોમીટર, દ્વારકાથી 510 કિલોમીટર અને નલિયાથી 600 કિલોમીટર દૂર છે. 15 જૂન કચ્છમાં લેન્ડ ફોલ્સ થાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.
વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના સવારના નવ વાગ્યાનો ગ્રાફ ચિંતાજનક છે. વાવાઝોડાનો અનસર્ટેનિટી કોનનો ટ્રેક ગુજરાત માટે ચિંતાજનક છે. IMDની વેબસાઈટ મુજબ વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી આશા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું
બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, બિપરજોય વાવાઝોડાની અસર મધ્ય ગુજરાત સુધી વર્તાશે. મધ્ય ગુજરાતમાં માધ્યમથી ભારે વરસાદ આવવાની શક્યતા છે. અમદાવાદ, વડોદરા, બોડેલી, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારોમાં 12 થી 16 જૂન વચ્ચે ભારે પવન અને ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, ઓખા બંદર પર પવન ની ગતિ 100km સુધી રહેવાની શક્યતા છે. ભારે આંધી અને વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા છે.
ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે.