શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારના મંત્રીના ભાઈનું ભાજપમાંથી રાજીનામું, નેતાઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ અસલી કારણ શું ?
વિજય પટેલ હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે. વિજય પટેલે ભાજપના સ્થાનિક નેતાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે.
ગાંધીનગરઃ અંકલેશ્વરના ધારાસભ્ય અને વિજય રૂપાણી સરકારના સહકાર અને રમત ગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ વાહન વ્યવહાર મંત્રી ઈશ્વર પટેલના ભાઈ વિજય પટેલે ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે. વિજય પટેલ હાંસોટ તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે. વિજય પટેલે ભાજપના સ્થાનિક નેતાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે.
ભાજપની ટીકિટ પર ચૂંટાઈને હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ બનનાર અને ત્યાર બાદ જિલ્લા પંચાયતના સભ્ય બનનાર વિજય પટેલે ગુરૂવારે અચાનક પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. તેમણે રાજીનામાના પત્રમાં અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે પણ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્થાનિક નેતાઓ સામે આક્ષેપો કર્યા હતા.
ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પક્ષમાંથી ઉમેદવારી અંગેના નવા નિયમો જાહેર કરાયા છે. આ વખતે ૩ ટર્મથી ચૂંટાતા આગેવાનોને ટીકીટ નહિ આપવાનાં સંકેત આપ્યા છે અને વિજય પટેલની ઉમર પણ 60 વર્ષ થઈ ગઈ છે ત્યારે રાજીનામાનું મૂળ કારણ આ નિયમ હોવાની પણ ચર્ચા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement