શોધખોળ કરો

રાજ્યમાં પોલીસ અધિકારીને શારિરીક અને માનસિક ચુસ્ત બનાવવા DGPએ શું બહાર પાડ્યો પરિપત્ર, જાણો વિગત

રાજ્યના તમામ કક્ષાના પોલીસ અધિકારીની ફીટનેસ તથા તાલીમ યોજવા માટે ડીજીપીએ ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં દરેક કક્ષાના પોલીસ કર્મચારીની શારિરીક ચુસ્તતા જાળવી રાખવા અને તેમના સ્વાસ્થ્યનું નિયમિત રીતે ચેકઅપ કરાવવામાં પણ સુચના આપવામાં આવેલ છે.

ગાંધીનગર: રાજ્યના તમામ કક્ષાના પોલીસ અધિકારીની ફીટનેસ તથા તાલીમ યોજવા માટે ડીજીપીએ ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં દરેક કક્ષાના પોલીસ કર્મચારીની શારિરીક ચુસ્તતા જાળવી રાખવા અને તેમના સ્વાસ્થ્યનું નિયમિત રીતે ચેકઅપ કરાવવામાં પણ સુચના આપવામાં આવેલ છે. પોલીસ વિભાગમાં ભરતી થતી વખતે દરેક પોલીસ કર્મચારી તથા અધિકારીને શારિરીક માપદંડોની કસોટીમાંથી પસાર થવું પડતું હોય છે. ઉપરાંત પોલીસ વિભાગમાં ભરતી બાદની તાલીમમાં પણ તેમની ફીટનેસ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હોવાથી, ભરતી બાદ પોલીસ દળમાં જોડાતા નવા પોલીસ અધિકારી/કર્મચારીઓની ફીટનેસ અને પોલીસમાં કામ કરવા માટે જરૂરી એવું કાયદા સહિતના વિષયોનું જ્ઞાન ખૂબ સારૂ હોય છે. પરંતુ બાદમાં રૂટીન ફરજોમાં રહેતાં પોલીસ કર્મચારીઓ પોતાની ફીટનેસ બાબતે કાળજી લેતાં ન હોવાથી તેમની ફીટનેસ અને પરિણામે તેમનું સ્વાથ્ય સારૂ રહેતું નથી. આવી પરિસ્થિતિમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પોલીસકર્મી ફીટ અને તંદુરસ્ત રહે તે માટે એક પરિપત્ર રૂપે ફીટનેસ જાળવી રાખવાના ઉમદા વિચારને અમલમાં મૂકવાની શરૂઆત કરી છે. ડી.જી.પી. એ કેવડીયા ખાતે યોજાયેલ છેલ્લી ડી.જી/આઇ.જી કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી દ્વારા અપાવામાં આવેલ સુચનને ટાંકી ડી.જી.પી. થી લઇને લોકરક્ષક સુધીના તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓની શારિરીક ફીટનેસ માટે તથા તેમના પોલીસ વિભાગની કામગીરીને લગતાં વિષયોના જ્ઞાનને અપટુડેટ રાખવા માટેની વિગતવારની સુચનાઓ બહાર પાડી છે. આ પરિપત્રમાં દરેક એકમ તથા દરેક જીલ્લા/શહેરમાં તમામ માટે કાયદા અને સંલગ્ન વિષયો જેવા કે ઇન્વેસ્ટીગેશન, ટ્રાફીક મેનેજમેન્ટ, ટેક્નોલોજી, કમ્યુનીટી પોલીસીંગ, બોર્ડર સિક્યુરીટી, આંતકવાદ વિરોધી કાર્યવાહી જેવા અલગ-અલગ વિષયો ઉપર તાલીમ અપાવા માટેનું 15મી ઓગસ્ટથી શરૂ કરીને તેનું વિગતવારનું ટ્રેનીંગ કેલેન્ડર બનાવવા સુચના આપવામાં આવેલ છે. દરેક પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી તાલીમ દર મહિને રાખવાની અને તેનો ડી.જી.પીને અહેવાલ પાઠવવા જણાવવામાં આવેલ છે. એક Police Role Model Programme નું પણ આયોજન કરવા જણાવવામાં આવેલ છે, જેમાં દરેક એકમમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાંથી દર અઠવાડીયે સૌથી શ્રેષ્ઠ ફીટનેસ અને ટર્નઆઉટ ધરાવતાં કર્મચારને Police Role Model of the Week તરીકે બીરદાવવાના રહેશે. ખાસ કરીને, દરેક પોલીસ કર્મચારીની ફીટનેસ બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય અને મદદ લેવા માટે ફીટેનેસ કેમ્પનું આયોજન કરવા તથા સરકારી અથવા ખાનગી તબીબો તથા ન્યુટ્રીશન/ફીટનેસ એક્સપર્ટની મદદ લેવા માટે સુચન કરવામાં આવેલ છે. ખાસ કરીને જે લોકો મોટાપા (obesity)ધરાવતાં હોય તેમના માટે ખાસ ફીટનેસ પ્રોગ્રામનું આયોજન કરીને તેમને ચુસ્ત-દુરસ્ત બનાવવા અને દરેકનું Body Mass Index એટલે કે તેમના વજન-ઉંચાઈ અને ઉંમર પ્રમાણે સમતોલ શરીર રહે તે સુનિશ્ચિત કરવા જણાવવમાં આવેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Embed widget