શોધખોળ કરો
ગાંધીનગરઃ અધિકારીએ દિલ્લીની યુવતીને હોટલમાં રાખીને બાંધ્યા શારીરિક સંબંધ, પી.જી.માં પણ રાખીને માણ્યું જાતિય સુખ ને પછી.....કોણ છે આ અધિકારી ?
ગુજરાત સરકારના એક અધિકારીએ દિલ્હીની યુવતીને ગાંધીનગર બોલાવીને ત્રણ દિવસ હોટલમાં રાખીને તેની સાથે શારીરીક સુખ માણ્યું હતું.

ગાંધીનગરઃ ગુજરાત સરકારના એક અધિકારીએ દિલ્હીની યુવતીને ગાંધીનગર બોલાવીને ત્રણ દિવસ હોટલમાં રાખીને તેની સાથે શારીરીક સુખ માણ્યું હતું. એ પછી તેને પેઈંગ ગેસ્ટ તરીક રાખીને પણ તેની સાથે વારંવાર શારીરિક સબંધ બાંધ્યા હતા. એ પછી અધિકારી કમલ નારાયણ રાયે અચાનક તેને તરછોડી દેતા યુવતીએ સેક્ટર-૭માં આ અધિકારી અને તેના પરિવારના બે સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસે અધિકારીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો છે. યુવતીની ફરિયાદ પ્રમાણે કમલ નારાયણ રાય સાથે તે મેટ્રોમોનિયલ સાઇટ મારફતે સંપર્કમાં આવી હતી. બંનેના સબંધ લગ્ન કરવા સુધી પહોંચ્યા હતા અને પરિવારમાં પણ આ મામલે વાતચીત થઇ હતી. ત્યાર બાદ કમલ રાયે તેને ગાંધીનગર તેડાવી હતી. યુવતી ગાંધીનગર આવી હતી અને હોટેલમાં ત્રણ દિવસ રોકાઇ હતી. એ વખતે બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. રાયે ત્યાર બાદ સેક્ટર-૮માં પીજીમાં રહેવાની સગવડ કરી આપી હતી. આ દરમિયાન અધિકારીએ તેની સાથે શારીરિક સબંધ પણ બાંધ્યો હતો. બંનેના લગ્ન મામલે પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. આ પછી અધિકારીએ લગ્ન કરવા હોય તો ૫૦ લાખની માંગણી કરી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ ઘટનામાં પોલીસે અધિકારીની ધરપકડ કરી હતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જે અધિકારીની ધરપકડ કરાઈ છે તેનું નામ કમલ નારાયણ રાય છે. આ અધિકારી કર્મયોગી ભવનમાં આવેલ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટેકનિકલ ઓફિસર છે.
Before You Go
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત





















