શોધખોળ કરો

Gandhinagar: 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટની થશે ફાળવણી

ગાંધીનગર:  4 જુલાઇ, 2025ના રોજ ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચ તથા સદસ્યોના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3 વાગ્યે આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે.

ગાંધીનગર:  4 જુલાઇ, 2025ના રોજ ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચ તથા સદસ્યોના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3 વાગ્યે આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા 4876 સરપંચ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતોના સભ્યો સામેલ થશે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટ વર્ચ્યુઅલી ફાળવવામાં આવશે. 

મુખ્યમંત્રી દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત સમરસ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી સિવાય પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત નવ થીમ દીઠ પ્રથમ ક્રમાંક ધરાવતી ગ્રામ પંચાયતોના સરપંચઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવશે. તે સિવાય યોજનાકીય ગ્રાન્ટની જાહેરાત પણ કરવામાં આવશે. પ્રોત્સાહક અને વિવિધ યોજનાઓની ગ્રાન્ટ અંતર્ગત કુલ ₹1236 કરોડથી વધુની જોગવાઇ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ સામેલ થઇને પ્રેરક ઉદ્બોધન આપશે.

થીમ આધારિત પ્રથમ ક્રમાંક ધરાવતી ગ્રામ પંચાયતોની યાદી
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અસાધારણ કામગીરી બદલ અમુક ગ્રામ પંચાયતોને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત નવ થીમ દીઠ પ્રથમ ક્રમાંક આપવામા આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જવાનપર ગામને "ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા ધરાવતી પંચાયત" તરીકે પસંદ કરાયું છે. ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં આવેલ નાખડા ગામની "સ્વસ્થ પંચાયત" તરીકે પસંદગી થઇ છે. "બાળ મૈત્રીપૂર્ણ પંચાયત" તરીકે અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના કણિયાલ ગામની પસંદગી કરવામાં આવી છે. આણંદ તાલુકાના રાસનોલ ગામને "પર્યાપ્ત પાણી ધરાવતી પંચાયત" થીમમાં પ્રથમ ક્રમ મળ્યો છે.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા ભુણીંદ્રા ગામની "સ્વચ્છ અને હરિયાળી પંચાયત" તરીકે પસંદગી કરવામાં આવી છે. આણંદના સોજિત્રા તાલુકાની ત્રંબોવાડ ગ્રામ પંચાયતે “માળખાગત સુવિધા ધરાવતી પંચાયત” થીમમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની દાંતોલ ગ્રામ પંચાયતે “સામાજિક રીતે ન્યાયી અને સામાજિક રીતે સુરક્ષિત પંચાયત” થીમમાં શીર્ષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વડોદરાના સાવલી તાલુકાના નરપુરા ગામને "સુશાસિત પંચાયત"ની થીમમાં સ્થાન પ્રાપ્ત થયું છે અને પંચમહાલના શહેરા તાલુકાના છોગાળા ગામને "મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત"ની થીમમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.
 
સૌથી વધારે સમરસ ગ્રામ પંચાયત ભાવનગરમાં, મહિલા સમરસ ગ્રામ પંચયતોમાં મહેસાણા ટોચ પર
આ વર્ષે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી વધારે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યા 103 છે, જે ભાવનગર જિલ્લામાં છે. મહિલા સમરસ ગ્રામ પંચાયતોની વાત કરીએ તો સૌથી વધારે 9 ગ્રામ પંચાયત મહેસાણા જિલ્લામાં જાહેર કરવામાં આવી છે. ટોપ 5 સમરસ ગ્રામ પંચાયતોમાં ભાવનગર બાદ મહેસાણા (90), પાટણ (70), બનાસકાંઠા (59) અને જામનગર (59)નો સમાવેશ થાય છે. મહિલા સમરસ ગ્રામ પંચાયતોની ટોપ-5 યાદીમાં મહેસાણા (9), પાટણ (7), ભાવનગર (6), બનાસકાંઠા (6) અને વડોદરા (4) સામેલ છે.

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget