GSRTC: ગુજરાત એસટીને મળશે 3700 નવી બસ, જાણો વિગત
રાજ્યમાં એસટીમાં મુસાફરી કરતાં મુસાફરો માટે મોટા સમાચાર છે
GSRTC: રાજ્યમાં એસટીમાં મુસાફરી કરતાં મુસાફરો માટે મોટા સમાચાર છે. એસટીને નવી 3700 બસ ફાળવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. મુખ્યમંત્રી આજે બપોર બાદ દિલ્હી જશે અને સાંસદો સાથેની પ્રધાનમંત્રીની બેઠકમાં હાજર રહેશે. સાંજે 6:30 કલાકે બેઠક યોજાશે. જેમાં ગુજરાતને લઈને ચર્ચા થશે. બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર તથા પ્રદેશ પ્રમુખ સી આર પટીલ પણ હાજર રહેશે. ગરવી ગુજરાત ભવનમાં સાંસદોની બેઠક બાદ તમામ સાંસદોને pm નિવાસ્થાન પહોંચવા સૂચના અપાઈ છે. લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતની 26 બેઠકો માટે પીએમની પ્રથમ બેઠક છે.
અદાણી ગ્રૂપના મામલામાં જેપીસી તપાસની માગણી સાથે વિપક્ષના સાંસદોએ લોકસભામાં સૂત્રોચ્ચાર કર્યા બાદ લોકસભા આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
પીએમ મોદી, રાહુલ ગાંધીને બદનામ કરવામાં વ્યસ્ત
કોંગ્રેસ નેતા એઆર ચૌધરીએ કહ્યું, ભારતના સામાન્ય લોકોને જલ્દી જ ખબર પડશે કે આપણા પીએમ અસમર્થ છે. તેઓ સત્તામાં હતા તે પહેલાં તેઓ કહેતા હતા કે કોંગ્રેસ નબળી અને કાયર છે અને જો અમે સત્તામાં હોત તો પાકિસ્તાનમાંથી દાઉદ ઈબ્રાહિમને લાવીએ. તેઓ રાહુલ ગાંધીને બદનામ કરવામાં વ્યસ્ત છે. મોદીજી અને તેમની સરકાર વિપક્ષી નેતાઓને CBI અને EDની જાળમાં ફસાવવા માટે કાવતરું ઘડી રહી છે. અમે જોઈ રહ્યા છીએ કે તેઓ જે રીતે દેશમાંથી હજારો કરોડ રૂપિયા લૂંટી રહ્યા છે અને પછી કેરેબિયન સમુદ્રની નજીક મજા કરી રહ્યા છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સી છૂટથી ફરે છેઃ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે વડાપ્રધાન મોદીને મળવા સંસદ પહોંચ્યા છે. પીએમ મોદી હાલમાં સંસદમાં હાજર છે અને તેમની સાથે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી ચીફ જેપી નડ્ડા અને અન્ય કેબિનેટ મંત્રીઓ પણ હાજર છે. સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં ડોભાલ પીએમ સહિત કેબિનેટને દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા અંગેની માહિતી આપશે.
હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ બીપીએલ યાદીના સર્વેને લઈ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું, છેલ્લે વર્ષ 2002-03માં BPL સર્વે સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ સર્વે નથી કરવામાં આવ્યો. રાજ્ય પાસે બીપીએલની યાદી 20 વર્ષ પહેલા થયેલા સર્વેની છે. પાછલા સર્વે પ્રમાણે રાજ્યમાં 0 થી 20 સ્કોર ધરાવતા BPL પરિવારોની સંખ્યા 31,67,211 છે.