શોધખોળ કરો

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશ અપાવા અંગે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ધોરણ-1 માં એડમિશન માટે બાલવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત નથી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં ધોરણ-1 પ્રવેશ માટે બાલવાટિકા સર્ટિફિકેટ ફરજિયાત નથી.
  • જન્મ પ્રમાણપત્ર કે માન્ય ઉંમરના પુરાવાથી જ પ્રવેશ અપાશે.
  • બાલવાટિકા સર્ટિફિકેટ માંગતી શાળા સામે કડક કાર્યવાહી કરાશે.
  • શિક્ષણ વિભાગને મળેલી વારંવારની ફરિયાદો બાદ આ નિર્ણય.

રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશ અપાવા અંગે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ સ્પષ્ટતા કરી કે, હવેથી ધોરણ-1 માં એડમિશન માટે બાલવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત નથી. માત્ર બાળકના જન્મના પ્રમાણપત્ર કે માન્ય ઉંમરના પુરાવાના આધારે પણ પ્રવેશ મળી જશે. જો કોઈ સરકારી કે ખાનગી શાળા બાલવાટિકા સર્ટિફિકેટની માંગણી કરીને પ્રવેશ આપવાની ના પાડશે, તો તેમની સામે આકરા પગલાં લેવામાં આવશે. નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ  અને ખાનગી પ્રાથમિક શાળાઓને કડક તાકીદ કરી છે કે આ નિયમનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગે વાલીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવવા માટે હવે બાલવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) રજૂ કરવું ફરજિયાત રહેશે નહીં. બાળકના જન્મના પ્રમાણપત્ર અથવા માન્ય ઉંમરના પુરાવાના આધારે જ શાળાએ પ્રવેશ આપવાનો રહેશે. જો કોઈ પણ સરકારી કે ખાનગી શાળા બાલવાટિકાના સર્ટિફિકેટની અનાવશ્યક માંગણી કરીને બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરશે, તો તેની સામે શિક્ષણ વિભાગ દ્વારા કાયદાકીય અને આકરા વહીવટી પગલાં લેવામાં આવશે.

વારંવાર મળતી ફરિયાદો બાદ શિક્ષણ વિભાગ હરકતમાં

છેલ્લા કેટલાક સમયથી રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ધોરણ-1 માં પ્રવેશ આપતી વખતે વાલીઓ પાસેથી બાલવાટિકાનું સર્ટિફિકેટ ફરજિયાતપણે માંગવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો શિક્ષણ વિભાગને મળી હતી. સર્ટિફિકેટ ન હોય તો પ્રવેશ આપવાનો ઇનકાર કરાતો હોવાના કિસ્સા પણ સામે આવ્યા હતા. આ ફરિયાદોની ગંભીર નોંધ લઈને ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ એક પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે, શાળાઓ દ્વારા કરાતી આવી માંગણી કાયદાની જોગવાઈઓને અનુરૂપ નથી. નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓને આ નિયમનું કડકપણે પાલન કરવાની તાકીદ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ

જન્મના પ્રમાણપત્રના આધારે જ મળશે પ્રવેશ

શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે બાળકની ઉંમર નક્કી કરવા માટે  જન્મ પ્રમાણપત્ર જ મુખ્ય આધાર રહેશે. જો જન્મ પ્રમાણપત્ર ન હોય તો અન્ય માન્ય સરકારી દસ્તાવેજના આધારે ઉંમરની ખાતરી કરીને પ્રવેશ આપવાનો રહેશે. જો કોઈ કારણસર વાલી પાસે તુરંત ઉંમરની સાબિતી ઉપલબ્ધ ન હોય, તો પણ માત્ર તે કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં.

RTE કાયદાની કલમ-14 હેઠળ થશે કાર્યવાહી

શિક્ષણ વિભાગે તમામ શાળા સંચાલકોને ચીમકી આપતાં જણાવ્યું છે કે, જો કોઈ પણ શાળા બાલવાટિકાનું પ્રમાણપત્ર ન હોવાના બહાને બાળકને પ્રવેશ આપવાની ના પાડશે અથવા પ્રવેશ પ્રક્રિયામાં અડચણ ઊભી કરશે, તો તેને શિક્ષણના અધિકાર (RTE) કાયદાની કલમ-14નું સીધું ઉલ્લંઘન ગણવામાં આવશે. આવી શાળાઓ સામે વહીવટી તપાસ કરીને કડક દંડાત્મક પગલાં ભરવામાં આવશે. તાજેતરમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટે બાલવાટિકા સર્ટિફિકેટ ફરજિયાત માંગવામાં આવતું હોવાની ફરિયાદો શિક્ષણ વિભાગ સુધી પહોંચી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે આવી માંગણી કાયદાની જોગવાઈઓને અનુરૂપ નથી.

અતિવૃષ્ટિના કારણે જે ઘરોમાં તથા શાળાઓમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો પલળી ગયા છે કે નુકસાન પામ્યા હોય તેવા તમામ બાળકોને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ત્વરિત ધોરણે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે. શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશિષ્ટ આયોજન પાછળનો મુખ્ય હેતુ અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોનું શિક્ષણ અટકે નહીં અને તેમનો અભ્યાસ સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

Frequently Asked Questions

ધોરણ-1 માં પ્રવેશ માટેનો નવો નિયમ શું છે?

ધોરણ-1 માં પ્રવેશ માટે હવે બાલવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર ફરજિયાત નથી. માત્ર બાળકના જન્મના પ્રમાણપત્ર કે માન્ય ઉંમરના પુરાવા પર પ્રવેશ મળશે.

જો કોઈ શાળા બાલવાટિકા પ્રમાણપત્ર માંગે તો શું થશે?

જો કોઈ શાળા બાલવાટિકા સર્ટિફિકેટની માંગણી કરીને પ્રવેશ નકારે, તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. આ RTE કાયદાની કલમ-14નું ઉલ્લંઘન ગણાશે.

શિક્ષણ વિભાગે આ નિર્ણય શા માટે લીધો છે?

કેટલીક શાળાઓ દ્વારા ધોરણ-1 માં પ્રવેશ માટે બાલવાટિકા સર્ટિફિકેટ ફરજિયાત માંગવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો મળ્યા બાદ વાલીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે.

ધોરણ-1 માં પ્રવેશ માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

પ્રવેશ માટે બાળકના જન્મનું પ્રમાણપત્ર અથવા અન્ય કોઈ માન્ય સરકારી દસ્તાવેજના આધારે ઉંમરની ખાતરી કરીને પ્રવેશ આપવાનો રહેશે. બાલવાટિકાનું પ્રમાણપત્ર ફરજિયાત નથી.

Advertisement

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget