શોધખોળ કરો

સ્પીકરે પૂછ્યુંઃ પરેશભાઈનો પ્રેમ લગ્ન પછી છે કે લગ્ન પહેલાનો?, પરેશભાઈ-શૈલેષભાઈના કિસ્સા જાહેરમાં કહી શકાય એવા નથી? કોણે આપ્યો જવાબ

પરેશ ધનાણીના સંબોધન દરમિયાન અધ્યક્ષે વાતાવરણ હળવું કરવા કહ્યું પરેશભાઈનો પ્રેમ લગ્ન પછી છે કે લગ્ન પહેલાનો. પ્રદીપસિંહ જાડેજાએ ઉભા થઇ કહ્યું, પરેશ ધનાણી અને શૈલેષ પરમારના કિસ્સાઓ જાહેરમાં કહી શકાય એમ નથી.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા સત્રનો (Gujarat Assembly Session) છેલ્લો દિવસ છે, ત્યારે આજે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા વિધેયક (Gujarat Love Jihad Bill) વિધાનસભામાં રજૂ કરાયું હતું. બીલ પરની ચર્ચામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) જણાવ્યું હતું કે, નરગીસનાં ફિલ્મ જોવા કાળા બજારીની ટિકિટ લઇએ નીતિન પટેલ (Nitin Patel) પણ ફિલ્મ જોવા જતા હશે. પ્રવીણ બાબી (Pravin Babi) અપરણિત હતા પણ જો પ્રપોઝલ મૂકી હોત તો પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) પાણી પાણી થઈ ગયા હોત. અધ્યક્ષે પ્રદીપસિંહ જાડેજા માટે બોલાયેલા શબ્દો રેકોર્ડ પરથી દૂર કર્યા હતા. 

પરેશ ધનાણીના સંબોધન દરમિયાન અધ્યક્ષે વાતાવરણ હળવું કરવા કહ્યું પરેશભાઈનો પ્રેમ લગ્ન પછી છે કે લગ્ન પહેલાનો. પ્રદીપસિંહ જાડેજાએ ઉભા થઇ કહ્યું, પરેશ ધનાણી અને શૈલેષ પરમારના કિસ્સાઓ જાહેરમાં કહી શકાય એમ નથી.

પરેશ ધનાણીએ મુખ્યમંત્રીને સંબોધતા કહ્યું એમને પણ અભિનંદન આપું છું, ધર્મના વાડાને છેદ ઉડયો અને પ્રેમલગ્ન કર્યા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh Chudasma) મુખ્યમંત્રીનો ઉલ્લેખ આવતા વિરોધ નોંધાવ્યો.  ગૃહ મંત્રીને મુખ્યમંત્રી સાથે વાંધો લાગે છે. મુખ્યમંત્રીને અભિનંદન આપુ છું એ જમાનામાં એમણે પ્રેમ લગ્ન કર્યા છે. સિનિયર કેબિનેટ મંત્રી ભુપેંદ્રસિહ ચુડાસમાએ વાંધો ઉઠાવ્યો, મુખ્યમંત્રીમાં ક્યાય લોભ લાલચ નથી. આ મુદ્દે અધ્યેક્ષે કહ્યું હતું કે, વ્યક્તિગત વાતો નહીં કરીએ. 

ધાનાણીએ કહ્યું કે, આ કાયદો સંવિધાન સામે સુસંગત નથી માટે એનો અમે સંમત થઈ શકતા નથી.પરેશ ધનાણીનું સંબોધન પૂર્ણ સવા કલાક કરતા વધુ સમય સુધી બોલ્યા વિપક્ષના નેતા પરેશ ધાનાણી. બીલ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે દાવો કર્યો હતો કે, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 100 વધુ મુસ્લિમ યુવતીઓએ હિન્દુ યુવકો સાથે લગ્ન છે. 

ગુજરાતમાં લવ જિહાદ (Love Jihad) પર કાયદો બનવાનો છે. સરકાર લગ્ન માટે બળજબરી ધર્મપરિવર્તન કરાવનાર વિરૂદ્ધ કાયદો બનાવવા જઇ રહી છે. તેના માટે ગુજરાત સરકાર વિધાનસભા (Gujarat Assembly) સત્ર દરમિયાન એક બિલ રજૂ થઈ ચુક્યું છે. બિલને (Gujarat Love Jihad Bill) મંજૂરી મળતાં જ લવ જિહાદ પર કાયદો બનાવનાર ગુજરાત  (Gujarat) ત્રીજું રાજ્ય બનશે.

આજનું ધર્માંતરણ  આવતી કાલનું રાષ્ટ્રતરણ

બિલ પર ચર્ચા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja) કહ્યું કે, આજનું ધર્માંતરણ એ આવતી કાલનું રાષ્ટ્રતરણ છે. જેને અટકાવવા માટે અમે આ કાયદો લાવી રહ્યાં છીએ. યુવક નાડાછડી પહેરીને આવે જેથી યુવતીને હિન્દુ લાગે છે, હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ ધર્મમાં માનતો હોવાનું પ્રસ્થાપિત કરે છે. ધર્મ પરિવર્તન કરાવવાનો યુવકનો આશય છે. ધર્મ પરિવર્તન બાદ યુવતીને પાછા ફરવાનો કોઈ રસ્તો મળતો નથી હોતો, જેથી ઘણી યુવતીઓ આત્મહત્યા (Suicide) પણ કરે છે.

યુવતીઓનો જેહાદી અને આતંકી પ્રવૃતિઓમાં પણ ઉપયોગ

કેરળમાં ચર્ચના રિપોર્ટને ટાંકીને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું ધર્માણતર બાદ યુવતીઓનો જેહાદી અને આતંકી પ્રવૃતિઓ માં પણ ઉપયોગ થઈ રહ્યો છે.  મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા તથા પાકિસ્તાન માં પણ કાયદો છે જેમાં સજા ની અલગ અલગ જોગવાઈ છે. લવ જેહાદ માટેનો કાયદો લાવવો એ અમારો રાજકીય હેતુ નથી,  અમારી વ્યથા છે જેનાં કારણે અમે આ કાયદો બનાવી રહ્યાં છીએ.

ચોક્ક્સ સમાજની દીકરીઓ ટાર્ગેટઃ હર્ષ સંઘવી

લવ જિહાદના વિધેયક અંગે સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું, સમાજમાં ઉધઇની માફક ઓર્ગેનાઇઝ ક્રાઇમ ફેલાઇ રહ્યું છે. ચોકક્સ સમાજની દીકરીઓને ટાર્ગેટ બનાવે છે. હિન્દુ નામ ધારણ કરી સગીર વયની દીકરીઓનો ટાર્ગેટ બનાવે છે.  હિન્દુ નામ ધારણ કરી સગીરાઓન ભોળવવામાં આવી હોવાના અનેક કિસ્સા સમાજમાં બન્યા છે. જેના માટે આ કાયદો બને તે જરૂરી છે.

ધર્મ પરિવર્તન કરાવવા માટે પાંચ વર્ષ સુધીની સજા તથા બે લાખ રૂપિયાનો દંડ હશે. કિશોર છોકરીના કેસમાં સાત વર્ષની સજા અને ત્રણ લાખ રૂપિયાનો દંડ હશે, ગુજરાતમાં 2003 માં ગુજરાત ફ્રીડમ ઓફ રિલીઝન એક્ટ બનાવવામાં આવ્યો હતો, જેમાં 2006 માં પહેલીવાર ફેરફાર કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
Morning Dreams: સવારના સપનામાં આ પાંચ વસ્તુઓ જોવા મળે તો સમજી જજો લાગવાની છે લૉટરી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
IIT મદ્રાસનો મોટો નિર્ણય, BTech અધુરુ હશે તો પણ મળશે BScની ડિગ્રી
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
Embed widget