શોધખોળ કરો

સી.આર.ના આદેશને પગલે કૌશિક પટેલ કમલમમાં બેઠા, સંગઠનમાંથી કયા દિગ્ગજ પણ બાજુમાં બેઠા?

રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ગઈ કાલે કમલમમાં હાજરી આપી હતી. આ સમયે ગુજરાત ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પોતે પણ હાજર રહ્યા હતા.

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે ગુજરાતની વિજય રૂપાણી સરકારના પ્રધાનોને ગુજરાત ભાજપના મુખ્યમથક કમલમ્ ખાતે બેસવા આદેશ આપ્યો છે. આ આદેશના પગલે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ગઈ કાલે કમલમમાં હાજરી આપી હતી. આ સમયે ગુજરાત ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પોતે પણ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, આ બંને દિગ્ગજોની હાજરીમાં જ મંત્રી કૌશિક પટેલે ભાજપના કાર્યકરોના પ્રશ્નો સાંભળ્યા અને તેના નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. કમલમમાં હાજરી આપતાં પહેલાં કૌશિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રૂપાણીના નિવાસસ્થાને બેઠક કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના આદેશના પગલે દર અઠવાડિયે સોમવાર અને મંગળવારે એક મંત્રી કમલમમાં હાજર રહીને કાર્યકરોને સાંભળશે. ગઈ કાલે પ્રથમ દિવસે મુખ્યમંત્રી નિવાસસ્થાનથી મહેસુલ મંત્રી કૌશિક પટેલે કમલમ ખાતે કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખપદ સંભાળ્યા બાદ સી.આર. પાટીલે પ્રધાનો સામે આકરી કાર્યપધ્ધતિ અપનાવી છે અને તેના ભાગરૂપે મંત્રીઓને હવે કમલમમાં બેસવાનુ ફરમાન કરાયુ છે. હવેથી દર અઠવાડિયે બે દિવસ માટે મંત્રીઓ કમલમમાં બેસી કાર્યકરોના પ્રશ્ન સાંભળશે અને ઉકેલશે. ગુજરાતમાં ભાજપ સરકાર કાર્યકરોનું સાંભળતી નતી એવી વ્યાપક ફરિયાદો છે. કાર્યકરો જ નહીં, ખુદ ભાજપના ધારાસભ્યો જ ફરિયાદ કરી રહ્યાં છે કે, રાજ્ય સરકારના મંત્રી સાંભળતા નથી અને અધિકારીઓ ગાંઠતા નથી. આ કારણે પાટીલે આ આદેશ આપવો પડ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Embed widget