![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કેબિનેટની શપથવિધીમાં નીતિન પટેલ આવતાં જ ભાજપના ક્યા દિગ્ગજો ઉભા થઈ ગયા, પટેલ કોની પાસે જઈને બેઠા ?
આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હોવાથી ભાજપના જૂના નેતાઓમાં ભારે નારાજગીની ચર્ચા ચાલી હતી.
![કેબિનેટની શપથવિધીમાં નીતિન પટેલ આવતાં જ ભાજપના ક્યા દિગ્ગજો ઉભા થઈ ગયા, પટેલ કોની પાસે જઈને બેઠા ? Gujarat New Cabinet : Nitin Patel present in Oath ceremony of Gujarat Cabinet કેબિનેટની શપથવિધીમાં નીતિન પટેલ આવતાં જ ભાજપના ક્યા દિગ્ગજો ઉભા થઈ ગયા, પટેલ કોની પાસે જઈને બેઠા ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/16/0f75017341e7b9955fa01cc617bb2a1e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી. આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હોવાથી ભાજપના જૂના નેતાઓમાં ભારે નારાજગીની ચર્ચા ચાલી હતી. આ કારણે નીતિન પટેલ સહિતના જૂના જોગી શપથવિધીમાં હાજર રહેશે કે નહીં એ અટકળો ચાલતી હતી.
આ અટકળોને ખોટી પાડીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી બંને હાજર રહ્યા હતા. વિજય રૂપાણી તો સૌથી પહેલાં આવી ગયા હતા જ્યારે નીતિન પટેલ સૌથી છેલ્લા આવ્યા હતા. રૂપાણી પછી પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આવ્યા હતા. નીતિન પટેલની ખુરશી ખાલી હતી તેથી એ આવશે કે નહીં તેની ચર્ચા વચ્ચે નીતિન પટેલે એન્ટ્રી કરી હતી. પટેલને આવકારવા ભાજપના તમામ દિગ્ગજો ઉભા થઈ ગયા હતા ને પોતાની પાસે બેસવા ઓફર કરી હતી પણ નીતિન પટેલે સી.આર. પાટિલ પાસે છેલ્લે જઈને બેસવાનું પસંદ કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫ અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.
રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ, પૂર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશભાઇ પટેલ, પ્રદીપભાઇ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, જગદીશભાઇ પંચાલ, બ્રિજેશભાઇ મેરજા, જીતુભાઇ ચૌધરી, મનીષાબહેન વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં.
જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે મુકેશભાઇ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદભાઇ રૈયાણી, કુબેરભાઇ ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદભાઇ મોરડીયા અને દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.
આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)