ખોડલધામના નરેશ પટેલ મુખ્યમંત્રીને મળ્યા, પાટીદારોના OBCમાં સમાવેશ મુદ્દે શું કહ્યું ? બીજી શું કરી રજૂઆત ?
નરેશ પટેલે મીડિયા સાથે વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, શુભેચ્છા મુલાકાત અને માતાજીના દર્શન આવવા માટે આમંત્રણ આપ્યુ છે. પાટીદાર સમાજને જે મુદ્દા સ્પર્શે છે અને તેનું સોલ્યુશન હજુ આવ્યું નથી.
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની નિયુક્તિ પછી ગઈ કાલે પાટીદાર આગેવાનોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત પછી ખોડલધામના નરેશ પટેલે મીડિયા સાથે વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, શુભેચ્છા મુલાકાત અને માતાજીના દર્શન આવવા માટે આમંત્રણ આપ્યુ છે. પાટીદાર સમાજને જે મુદ્દા સ્પર્શે છે અને તેનું સોલ્યુશન હજુ આવ્યું નથી. આગામી દિવસોમાં એક કમીટી એમને મળશે. આંદોલનના કેસો પરત ખેંચવાનો મુખ્ય મુદ્દો છે. ઓબીસીમા સમાવેશ અંગે કોઇ ચર્ચા નથી. અમારી બંને સંસ્થાઓ સાથે મળી ચર્ચા કરશે.
ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર સમાજની બંને સંસ્થાના આગેવાનો નરેશ પટેલ, ઉંઝા ઉમિયાધામના મણીભાઈ મમ્મી, બાબુ જમના પટેલ, સીદસર મંદિરના જયરામ પટેલ, ઉંઝા મંદિર તરફથી દિલીપ નેતા, સોલા ઉમિયા કેમ્પસના વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસના રમેશ દૂધવાળા અને ખોડલધામના દિનેશ કુંભાણીએ મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે, વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપતાં ગુજરાતના નવા મુખ્યમંત્રીનો પદભાર પાટીદાર નેતા અને અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને અપાયો છે. ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ અલગ અલગ સમાજ દ્વારા પોતાના સમાજના મુખ્યમંત્રી બને તેવી માંગણી ઉઠી હતી. પાટીદાર સમાજ દ્વારા પણ તેમના મુખ્યમંત્રી હોય તેવી માંગણી કરવામાં આવી હતી.
ગુજરાતમાં ભારે વરસાદને પગલે 14 સ્ટેટ, 1 નેશનલ સહિત 140 માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ
અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યમાં અનેક જગ્યાએ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના 14 સ્ટેટ હાઈવે, એક નેશનલ હાઇવે સહિત 140 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે.
ભારે વરસાદને પગલે સૌથી વધુ રાજકોટના 21, વડોદરાના 16, જૂનાગઢના 15, ભરુચના 12, સુરતના 12, પોરબંદરના 12, નર્મદાના 11, નવસારીના 10 માર્ગો બંધ છે.