શોધખોળ કરો

Gujarat Ran: ગાંધીનગરના માણસામાં ફાટ્યું આભ, ઈટાદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ

Heavy Rain: APMC અને શાકમાર્કેટમાં પાણી ભરાયા છે. GIDC, જકાતનાકા, માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Gujarat Rain: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી  આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી  કરવામાં આવી છે.

માણસામાં ફાટ્યું આભ

ગાંધીનગરના માણસામાં આભ ફાટ્યું હોય તેમ છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. APMC અને શાકમાર્કેટમાં પાણી ભરાયા છે. GIDC, જકાતનાકા, માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. આંબલી ખાઈ તળાવ છલોછલ થતા આસપાસના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.

માણસા તાલુકાના ઈટાદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. વરસાદ ફરીથી શરૂ થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. પાણી ઉતરે તે પહેલાં જ વરસાદ શરૂ થતા ચિંતા વધી છે. ઈટાદરા ગામના અવરજવરના રસ્તાઓ જળમગ્ન  થયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

Gujarat Ran: ગાંધીનગરના માણસામાં ફાટ્યું આભ, ઈટાદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ

મહીસાગરમાં ભારે વરસાદ

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મહીસાગરના લુણાવાડામાં આભ ફાટતા છેલ્લા બે કલાકમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ગાંધીનગરના માણસામાં 8 કલાકમાં છ ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. GIDC, જકાતનાકા અને માર્કેટ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મહીસાગરના લુણાવાડા શહેરમાં વરસેલા વરસાદથી ડુંગર પરથી પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે. પાણીના પ્રવાહમાં માટીની સાથે પથ્થરો પણ નીચે તણાઇ આવ્યા હતા. લુણાવાડા શહેરના બજારો બેટમાં ફેરવાયા હતા.

આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાટણના સાંતલપુરમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં છ ઈંચ અને ગાંધીનગરના માણસમાં છ ઈંચ વરસાદ પડ્યો છે. 13 તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને 30 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

રાજકોટના આ ગામમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઈનિંગ જોવા મળી હતી. ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ભારે વરસાદને પગલે પાણીના પૂર ગામમાં ઘુસ્યા હતા. તલંગણા ગામે મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. મકાનોમાં પાણી ઘૂસી જતા અનાજ સાહિતની તમામ ઘરવખરી પલળી ગઈ હતી. તંત્રને જાણ કરવા છતાં કોઈ કામગીરી હાથ ન ધરાઈ હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.  રોડ રસ્તાઓમાં ડામર ઉખડી જતા ભારે નુકશાની થઈ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget