શોધખોળ કરો

ભાજપના નરહરી અમીને જીતવા માટે હવે કોંગ્રેસના કેટલા ધારાસભ્યો પાસે રાજીનામાં અપાવવાં પડે? જાણો પાકુ ગણિત

ભાજપ ત્રીજી બેઠક જીતવાની નજીક આવી ગયો છે અને હવે કોંગ્રેસના માત્ર એક ધારાસભ્યના રાજીનામા સાથે ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનની જીત પાકી થઈ જશે.

ગાંધીનગર: રાજ્યસભા ચૂંટણીને કારણે ગુજરાત કોંગ્રેસમાં ફરી ભંગાણ પડ્યું છે. રવિવારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં અને સોમવારે સવારે મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દેતાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે. આ રાજકીય ઉથલ પાથલના કારણે હવે કોંગ્રેસે રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. બીજી તરફ ભાજપ ત્રીજી બેઠક જીતવાની નજીક આવી ગયો છે અને હવે કોંગ્રેસના માત્ર એક ધારાસભ્યના રાજીનામા સાથે ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનની જીત પાકી થઈ જશે. કોંગ્રેસનો એક ધારાસભ્ય રાજીનામું આપે એ સાથે વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા 174 થઈ જશે. રાજ્યસભાના ગણિત પ્રમાણે વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાને ઉમેદવારની સંખ્યાથી ભાગાકાર કરવો પડે અને જે રકમ આવે એટલા મતની જીતવા માટે જરૂર પડે. વિધાનસભામાં હવે કુલ 174 ધારાસભ્યો છે અ પાંચ ઉમેદવાર મેદાનમાં છે. આ ગણિત મુજબ એક ઉમેદવારને 35 મત મળે તો ઉમેદવાર જીતી શકે. ભાજપના 3 ઉમેદવારે જીતવા કુલ 35×3=105 મતની જરૂર પડે. હાલમાં ભાજપ પાસે 103 ધારાસભ્યોનું સંખ્યા બળ છે. એનસીપીના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને 104 પર પહોંચે અને ભાજપે જીતવા માટે માત્ર 1 મતનો ખેલ પાડવો પડે. એટલું જ નહીં પણ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના બંને ધારાસભ્યોના મત પણ લેવા પડે. કોંગ્રેસ પાસે હાલ 68 ધારાસભ્યો છે. કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા 35×2 એટલે કે 70 મત જોઈએ પરંતુ તેની પાસે 68 મત છે. એક ધારાસભ્ય તૂટે તો તેના સભ્યોની સંખ્યા 67 થાય. અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસને મત આપે તો પણ કોંગ્રેસને બે મત ખૂટે. આ સંજોગોમાં સેકન્ડ પ્રેફરન્સના મતના આધારે નરહરી અમીન જીતી જાય કેમ કે ભાજપ પાસે 104 ધારાસભ્યો છે ને એ તમામ સેકન્ડ પ્રેફરન્સ નરહરી અમીનને જ આપે.

ટોપ સ્ટોરી

ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર: 44 બેઠકો પર થશે મતદાન, 11 ઓક્ટોબરે વોટિંગ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર: 44 બેઠકો પર થશે મતદાન, 11 ઓક્ટોબરે વોટિંગ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
હવે ભાડું ન ચૂકવવા પર તરત જ મકાન ખાલી નહીં કરાવી શકે મકાન માલિક, જાણો ભાડૂઆતે કેટલા મહિનાની ચૂંકવવી પડશે ડિપોઝીટ
હવે ભાડું ન ચૂકવવા પર તરત જ મકાન ખાલી નહીં કરાવી શકે મકાન માલિક, જાણો ભાડૂઆતે કેટલા મહિનાની ચૂંકવવી પડશે ડિપોઝીટ
ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને લાખોની આવક? જુઓ  વિધાનસભામાં રજૂ થયેલા આંકડા  
ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને લાખોની આવક? જુઓ  વિધાનસભામાં રજૂ થયેલા આંકડા  
કુડાસણ દુર્ઘટનામાં બે શ્રમિકોને અપાઈ રજા, જાણો જવાબદાર લોકો સામે કાર્યવાહી અંગે શું બોલ્યા હર્ષ સંઘવી
કુડાસણ દુર્ઘટનામાં બે શ્રમિકોને અપાઈ રજા, જાણો જવાબદાર લોકો સામે કાર્યવાહી અંગે શું બોલ્યા હર્ષ સંઘવી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
"ભરોસો નથી એ જિંદગી, 100 ટકા ભરોસો તે મોત", વીડિયો બનાવ્યાના 4 કલાકમાં જ કોમેડી કિંગનું મોત
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Rain Alert: 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
Amreli: સાવરકુંડલાના હાડિડા ગામે દિકરીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પિતાએ કરી આત્મહત્યા
NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Patan Rain: પાટણમાં જામ્યો વરસાદી માહોલ, રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
Embed widget