ગાંધીનગર ઇન્વેસ્ટર સમિટ : 'દેશમાં 10 હજાર કરોડથી વધુ રૂપિયાનું રોકાણ લાવશે, હજારો નોકરીઓનું નિર્માણ થશે'
સમિટમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીહાજર છે. જ્યારે પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સથી આ સમિટમાં જોડાયા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના નિરંત વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે.
LIVE
Background
ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે ઇન્વેસ્ટર સમિટનો પ્રારંભ થયો છે. આ સમિટમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી રૂપાણી હાજર છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી આ સમિટમાં જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના નિરંત વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારની ગુજરાતને મદદ મળી.
ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસીને લઈને ગુજરાતમાં આજે 13મી ઓગસ્ટે જાહેરાત થશે. કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીનો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થયો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના સવા કરોડથી વધુ જૂનાં વાહનોને ભંગારવાડે લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભે યોજના જાહેર કરવામાં આવશે.કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને તેના પર બનેલી હોટલની પણ મુલાકાત લઈ શકે છે. સાયન્સ સીટીની પણ મુલાકાત લઈ શકે છે.
કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી હેઠળ જે વાહનોને ભંગારમાં લઈ જવાશે એ વાહનોની આવરદા 15 વર્ષ કે વધારે હોય એ ધારાધોરણ રખાયું છે. આ સંજોગોમાં જેમનાં વાહન 15 વર્ષ જૂનાં હોય તેમણે પોતાનાં વાહનોને ભંગારમાં જવા દેવાની તૈયારી રાખવી પડશે. રૂપાણી સરકાર સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં સ્કેપ વ્હીકલ યાર્ડ બનાવશે અને આ સ્ક્રેપ યાર્ડમાં વાહનોનો નિકાલ કરાશે.
કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી. જૂનાં વાહનોને કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકારોને કહેવામાં આવતાં સ્ક્રેપ પોલિસી બનાવાઈ છે. ગત બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આ પોલિસીની જાહેરાત કરીને કહેવાયું હતું કે. 15 વર્ષ જૂનાં વાહનોને ભંગારવાડે લઈ જઈને સ્ક્રેપ કરવાં પડશે. આ પોલિસી રિયુઝ, રિડયુઝ અને રિસાઈકલ એમ ત્રણ 'R' પર આધારિત છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આ નીતિના આધારે ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ પોલિસીમાં ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન:ઉપયોગ કરવાને લઈને ભાર મૂકવામાં આવ્યો છે.
ભારતમાં હાલમાં જૂનાં વાહનોના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યવસ્થા ગોઠવવા માટે પ્રયત્નશીલ છે. દેશમાં 15 વર્ષ જૂનાં વાહનોના સ્ક્રેપ માટે નવી પોલિસી જાહેરાત કરાતાં રોજગારીની પણ નવી તકો ઉભી થશે એવો સરકાર દ્વારા દાવો કરાઈ રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ સ્ક્રેપ પોલિસી કરી લોંચ
Prime Minister Narendra Modi to launch National Automobile Scrappage Policy at The Investor Summit in Gujarat, via video conferencing.
— ANI (@ANI) August 13, 2021
Union Minister Nitin Gadkari is also present at the occasion. pic.twitter.com/6rWt69hrcn
પ્રધાનમંત્રી મોદી
We're about to enter 75th year of Independence. The next 25 years are very important for the country, from this point onward. In these 25 years, changes are going to take place in our way of working, in our daily lives, in our businesses: PM Modi at The Investor Summit, Gujarat pic.twitter.com/ny9gtWACLT
— ANI (@ANI) August 13, 2021
કચરાથી કંચન બનાવવા તરફ લઈ જશે
મોદીએ જણાવ્યું હતું કે, નવી પોલિસી કચરાથી કંચન બનાવવા તરફ લઈ જશે. દેશમાં 10 હજાર કરોડથી વધુ રૂપિયાનું રોકાણ લાવશે. તમામ ક્ષેત્રોમાં પરિવર્તન વચ્ચે પર્યાવરણનું રક્ષણ પણ જરૂરી છે.
નવી સ્ક્રેપ પોલિસી 10 કરોડ રૂપિયાનું રોકાણ લાવશે
નવી પોલિસીથી દેશના ઓટો સેક્ટરમાં સકારાત્મક પરિવર્તન આવશે. નવી સ્ક્રેપ પોલિસી 10 કરોડ રૂપિયાનું રોકાણ લાવશે અને હજારો નોકરીઓનું નિર્માણ કરશે. દેશની અર્થવ્યવસ્થા માટે મોબિલિટી મહત્વનું પ્રબળ છે.
પ્રધાનમંત્રી મોદીનું પ્રવચન શરૂ
ઇન્વેસ્ટર સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે સંબોધન.