શોધખોળ કરો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી

આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, ગીર સોમનાથ, જામનગરમાં વરસાદ વરસી શકે છે.

Ambalal Patel Forecast: રાજ્યમાં આજથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

અંબાલાલ પટેલે શું કર્યુ આંકલન

વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કરતાં કહ્યું, 14થી 18 જુલાઈ સુધી મધ્ય ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, ગીર સોમનાથ, જામનગરમાં વરસાદ વરસી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, ચોટીલામાં વરસાદ વરસી શકે છે. હળવદ, ધ્રાંગધ્રામાં અતિભારે વરસાદ વરસી શકે છે.  દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતના ભાગોમાં 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં 10 થી 12 ઇંચ વરસાદ ની શકયતા છે. મધ્ય ગુજરાત ના ભાગોમાં 5 ઇંચ જેટલો વરસાદ ની શક્યતા છે. 15 જુલાઈથી વરસાદની વધુ એક સિસ્ટમ બનશે જે ગુજરાતમાં વરસાદ લાવશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી

77 તાલુકામાં મેઘમહેર

સવારના 10 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદના ધંધુકામાં સાડા ત્રણ ઈંચ, મહેસાણાના જોટાણામાં અઢી ઈંચ, મહેસાણા તાલુકામાં વસવા બે ઈંચ, ધોળકામાં બે ઈંચ, વિજયનગર, સુત્રાપાડા અને પલસાણામાં દોઢ ઈંચ, ડીસા, વિસનગર અને સિદ્ધપુરમાં સવા ઈંચ, મુન્દ્રા, જોડીયા, પાટણ-વેરાવળમાં એક ઈંચ, લીંબડી, જંબુસર, દસક્રોઈ, કચ્છના માંડવીમાં વરસ્યો પોણો પોણો ઈંચ અને પારડી, લાખણી, ચોટીલામાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી

આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત ભરુચ, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, દીવમાં તેમજ  બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, તાપી બોટાદ, પોરબંદર અને રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આજે ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવાર (7 જુલાઈ)ના રોજ કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય અન્ય રાજ્યોમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. અલગ-અલગ સ્થળોએ પણ થાય છે.

IMD અનુસાર, આગામી 24 કલાક દરમિયાન કેરળ, તટીય કર્ણાટક, ગુજરાત તેમજ પૂર્વોત્તર ભારત, ગંગાના પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, આંતરિક કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ
આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025: પ્રયાગરાજમાં હર હર ગંગેના નાદ સાથે ગુજરાતીઓએ લગાવી આસ્થાની ડુબકીAhmedabad: વટવા GIDCમાં કેમિકલના વેપારી પર SGST વિભાગના દરોડા, જુઓ અહેવાલBanaskantha Accident: દાંતામાં મોડી રાત્રે સર્જાયો ભયંકર અકસ્માત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્તUSA: જન્મના આધારે નાગરિકત્વ નહીં મળવાના ટ્રમ્પના આદેશનો સાંસદોએ જ કર્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ
આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Surat: સુરતમાં 13 વર્ષના ભાઇએ ગળુ દબાવી એક વર્ષની બહેનની કેમ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ
ગીર સોમનાથમાં લવ જેહાદઃ હિન્દુ યુવતીને પરણિત વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવીને વારંવાર આચર્યુ દુષ્કર્મ
ગીર સોમનાથમાં લવ જેહાદઃ હિન્દુ યુવતીને પરણિત વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવીને વારંવાર આચર્યુ દુષ્કર્મ
YouTubeએ પોતાના  યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
YouTubeએ પોતાના યુઝર્સને આપી ભેટ!, મફતમાં મળી રહ્યા છે આ શાનદાર ફીચર્સ
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ હોટલો હાઉસફૂલ, 1100 ટ્રાફિક જવાન બંદોબસ્તમાં તૈનાત રહેશે
Embed widget